Abtak Media Google News

વિશાળ સ્ટેજ પર અલ્ટ્રા વાયોલેટ કિરણો દ્વારા નીલકંઠ વર્ણીના વન વિચરણનું અદભુત દ્રશ્ય જોઇ હરિભકતો મુગ્ધ થયા: રાજકોટ ગુરૂકુળના સંતો ‘અબતક’ના આંગણે

રાજકોટ ગુરુકુળ ખાતે શ્રી કૃષ્ણના ૫૨૪૬ મો જન્મોત્સવ ઉજવાયો આ ઉત્સવમાં યુવાન પુરાણી સ્વામી અક્ષરપ્રિય દાસજી સ્વામીએ કૃષ્ણજન્મના હેતુ સુંદર રીતે વર્ણવી લોકોને ભકિતબન બનાવી તાદશ્ય દ્રશ્ય ખડું કરી દીધું હતું. સદગુરુ પુરાણી ધર્મવલ્લભદાસજીએ કૃષ્ણના જીવનના પ્રેરણાત્મક પ્રસંગોનું વર્ણન કર્યુ હતુઁ.

આ પ્રસંગે ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે ભારતની ભૂમિ પવિત્ર છે. અહીં ભગવાનને જન્મ લેવાની અને પોતાનાભકતોને લાડ લડાવી પ્રેરણા આપવાની ઇચ્છા થાય છે. આપણે કૃષ્ણજીવનમાંથી પ્રેરણા લઇ આપણું જીવન કૃષ્ણમય બનાવીએ. પુરાણી વિશ્વજીવનદાસજીએ સુંદર સભા સંચાલન સાથે ગાંધીજી (મોહન) અને કૃષ્ણના જીવનની સરખામણીના દ્રષ્ટાતો દ્વારા સૌને રસબોળ કર્યા હતા.

આ પ્રસંગે ગુરુકુલના વિઘાર્થીઓ દ્વારા રાસ, જુદા જુદા પ્રેરણાત્મક રુપકો રજુ કર્યા હતા. ખાસ કરીને વિશાળ સ્ટેજ પર અલ્ટાવાયોલેટ કિરણો દ્વારા નીલકંઠવર્ણીના વનવિચરણ દરમિયાનની વિશાળ વડ અનુ ભુતાવળનું દ્રશ્ય અને આકાશમાંથી ઉડીને આવતા અંજલી પુત્રનું અદભુત દ્રશ્ય જોઇ સૌ કોઇ અચંબિત થઇ ગયાં હતા. બરાબર બારના ટકોરે ગુરુવર્ય સદગુરુ દેવકૃષ્ણદાસજીએ કૃષ્ણ જન્મોત્સવની આરતી ઉતારી આરતી સમયે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયાલાલ કી ના સુમધુર સ્વરોની ધુન વાતાવરણને પવિત્ર કરી દિગંતમાં ગુંજી રહી હતી.

આ પ્રસંગે સંતો, હરિભકતો તથા ભાઇ-બહેનો તથા વિઘાર્થીઓ મન મૂકી રાસ લઇને નાચ્યા હતા. તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા રાજકોટ ગુ‚કુળના શાસ્ત્રી જનમંગલદાસજી સ્વામી, ચિંતનપ્રિયદાસજી સ્વામી, નિલકંઠ ભગત તથા ‚ગનાથભાઇ દલસાણીયાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.