Abtak Media Google News

પ્રથમવાર યોજાયેલી હાફ મેરેથોન ઐતિહાસિક બની રહી

જામનગરની જોશીલી ખેલપ્રિય જનતા માટે ગઈકાલે હાફ મેરેથોન દોડનું વિશ્ર્વકક્ષાથી શાનદાર અભૂતપૂર્વ મેગા ઈવેન્ટનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં જામનગરી જનતા હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો. તેમજ રાજયના અને દેશ-વિદેશના સ્પર્ધકો ભારતભરના દોડવીરો જામનગરની આ મેગા ઈવેન્ટનો લાભ લીધો હતો અને આ દોડમાંIMG 20170403 WA0009 ભાગ લેનાર કોઈપણ વ્યકિતને મુશ્કેલી ન પડે તે માટે જામનગર પોલીસ તેમજ જિલ્લા કલેકટરના સુચન માર્ગદર્શનથી વહિવટી તંત્ર પણ સજજ બન્યું હતું. આ મેરેથોનમાં અલગ-અલગ પાંચ સ્ટેપમાં દોડનું આયોજન થયું હતું. ૨ કિ.મી, ૩ કિ.મી, ૫ કિ.મી, ૧૦ કિ.મી અને ૨૧ કિ.મી,નો ‚ટ નકકી કરવામાં આવ્યા હતા અને ‚ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. આ દોડનું મુખ્ય મથક જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ હતું. આ ગ્રાઉન્ડને શણગારવામાં આવ્યું હતું. ત્યાં વિશાળકાળ સ્ટેજ પણ ઉભું કરાયું હતું. તેમજ સાઉન્ડ, લાઈટીંગ જેવી અદભુત વ્યવસ્થા ઉભી કરાઈ હતી. આ દોડમાં વિજેતા બનેલાસ્પર્ધકોને સાંસદ સભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, મેયર પ્રતિભાબેન કનખરા, કલેકટર આર.જે.માકડીયા, કમિશનર બારડ, એસ.પી.પ્રદિપ સેજલ તેમજ વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહી ઈનામો અર્પણ કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન ધર્મરાજસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.