Abtak Media Google News

દેશ માટે શહીદી વહોરના શહીદ વીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા ઠેર ઠરે શહીદ દિન કુચનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ શહીદ કુચદિનનું જામનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એક વિશાળ રેલી ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી શહેરના ટાઉન હોલ, બેડીગેઈટ થઈ ચાંદીબજાર માંડવી ટાવર, જેવા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ને હવાઈ ચોકમાં શહીદ ભગતસિંહના સ્ટેચ્યુંને ફૂલહાર અર્પણ કરી અને સૌએ શ્રધ્ધા સુમન આપ્યા હતા.

ત્યારબાદ એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ આ તકે ગુજરાતનાં ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, મુળુભાઈબેરા, મેઘજીભાઈ કણજારીયા, દ્વારકા જીલ્લાનાં આગેવાનો, જામનગર શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મેયર પ્રતીભાબેન કનખરા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG 20170324 WA0032
relly

ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ વસરા, મહાનગર પ્રમુખ વિજયસિંહ જેઠવા, રેલી ક્ધવીનર, ગોવિંદભાઈ ભારવાડીયા,

ભાર્ગવ ઠાકર તથા મહેશભાઈ ઠુમ્મર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.