Abtak Media Google News

રીબડા સ્વામીનારાયણ ગુરુકુલમાં યોજાયેલી માસિક સત્સંગ સભામાં રાજકોટ-ગુંદાસર સહિતના ગામોમાંથી ૮૦૦થી વધુ ભક્તો ઉમટયા

સત્સંગ પ્રચારાર્થે અમેરિકા વિચરણ કરી રહેલ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુ. બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, શા.ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની નીચે તેમજ  પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં રિબડા ગુરુકુલમાં માસિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજકોટ, રીબ, પારડી, માખાવડ, કાગશિયાળી,ગુંદાસરા, વાવડી, ઢોલરા, માંખાવડ, પીપળિયા સડકના વગેરે ગામોમાંથી પરશોત્તમભાઇ બોડા, હંસરાજભાઇ ધામી, ડો. હંસરાજ પટેલ, અશ્વિનભાઇ  વઘાશીયા, જયંતીભાઇ કાચા, જગદીશભાઇ મકવાણા, ધનજીભાઇ પોકળ, હરિભાઇ વેકરિયા, છગનભાઇ કિડેચા, ઝીણાભાઇ વાઢેર વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમની શરુઆતે મુનિવત્સલદાસજી સ્વામીએ ગઢડા મધ્ય પ્રકરણનું પાંચમું વચનામૃત વાંચી તેમાં મહારાજે શૂરવીરપણાની વાત કરી તેની વિસ્તૃતપણે સમજણ આપી હતી.

ત્યારબાદ પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે સદ્વિદ્યા પ્રવર્તનનો જે સંદેશ શિક્ષાપત્રીમાં આપ્યો છે, તે સંદેશને પૂ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ તેમજ માધવપ્રિયદાસજી સ્વામીએ ગુરુકુલના માધ્યમથી ચરિતાર્થ કરેલ છે. હજારો વિદ્યાર્થીઓએ ગુરુકુલના માધ્યમથી સદ્વિદ્યા પ્રાપ્ત કરી  દેશવિદેશમાં પણ સંસ્કારની જ્યોત ઝળહળતી રાખી છે.

પુરાણી સ્વામીએ શા.મહારાજે ગુરુકુલ દ્વારા સ્પેશ્યલ ટ્રેન, સત્સંગ શિબિરો, મહા વિષ્ણુયાગો, બ્રહ્મસત્રો તેમજ અન્ય પ્રસંગોની જુની વાતો કરી હરિભકતોને રાજી કર્યા હતા. આ પ્રસંગે ધર્મત્સલદાસજી સ્વામીએ  રિબડા ગુરુકુલનો પરિચય આપતા જણાવ્યું હતું કે, એસ જી વી પી ગુરુકુલ અમદાવાદની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે હાલ અંગ્રેજી માધ્યમની ધોરણ ૧ થી ૧૨ સુધી સીબીએસઈ (સેન્ટલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન)ની  માન્યતા ધરાવતી, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા સાથે મિશ્ર સ્કુલ ચાલે છે.અહીં અનુભવી, કાર્યદક્ષ શિક્ષક સ્ટાફ તેમજ આધુનિક શિક્ષણની સાથે ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, સ્વીમીંગ, કરાટે, ઘોડેસ્વારી વગેરે તેમજ વિવિધ ઇન્ડોર રમતો ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે.

આગામી તા ૨૪-૨૫-૨૬ મે દરમ્યાન રિબડા ગુરુકુલ ખાતે બાળ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. સભા સંચાલન  તથા  રસોડાની વ્યવસ્થા હરિનંદનદાસજી સ્વામી તથા વિશ્વસ્વરુપદાસજી સ્વામીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.