Abtak Media Google News

રાણીબેન ચંદ્રવાડીયા, જયશ્રીબેન સોજીત્રા અને મંજુબેન માકડીયા પાલિકાનું સુકાન સંભાળવા મેદાને

 

Advertisement

તાજેતરમાં યોજાયેલા ઉપલેટા નગરપાલિકાના ચુંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ આપી જંગી બહુમતીથી વિશ્ર્વ બનનાર ભારતીય જનતા પાર્ટીમાં પાલિકાના પ્રમુખ બનવા આજે સવારે નીરીક્ષકો સમક્ષ ત્રણ ઉમેદવારોએ પાલિકાનું સુકાન સંભાળવા મેદાને આવ્યા છે.

નગરપાલિકાના ચુંટણીમાં ૩૬ બેઠકોમાંથી ૨૮ બેઠકોના તોતીંગ બહુમતી મળતા આગામી તા.રપમી એ યોજનાર પાલિકાના પ્રમુખપદની ચુંટણીમાં અઢી વર્ષ માટે સ્ત્રી સામાન્ય અનામત હોવાથી આજે પ્રદેશ ભાજપના આદેશથી ચુટાયેલા સભ્યોના સેન્સ લેવા આવેલા જીલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઇ મહેતા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા સમક્ષ ચુંટાયેલા તમામ ર૮ ઉમેદવારો તેમાં તાલુકા ભાજપના હોદેદારો ઉ૫સ્થિત રહેલા હતા તેમા પ્રમુખ પદ માટે પાલિકાના પૂર્વ પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, બાંધકામ સમીતીના સર્વ ચેરમેન જયશ્રીબેન સોજીત્રા, અને અગાઉ નગરપાલિકાના વિવિધ સમીતીના સેવા આપનાર મંજુબેન માકડીયાએ નગરપાલિકાના પ્રમુખ બનવા દાવેદારો નોંધાવી હતી જયારે પ્રદેશ નિરીક્ષક તરીકે સંજયભાઇ કોરડીયા બેગ્લોર હોવાથી હાજર રહે શકેલ ન હોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.