Abtak Media Google News

વહેલી તકે રસ્તાઓ ઉંચા લઈ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા તંત્રને રજૂઆત

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ થોડા દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્રણેક દિવસ અગાઉ પણ એકાદ ઇંચ જેવો વરસાદ ભર ઉનાળે થયો હતો અને ફરીવાર વધુ પડતા વરસાદને લઈ અહીંના સ્વામિનારાયણ સોસાયટી ના ડગલી વાડી વિસ્તારમાં લોકોના રહેણાંક મકાનોમાં વરસાદના પાણી ઘરમાં ઘુસી જતા લોકો ખૂબ પરેશાન થયા છે

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે રામદેવપીર મંદિર પાસેના આ વિસ્તારમાં દર વખતે વરસાદ થતાં એકાદ ફૂટ જેવા પાણી લોકોના ઘરમાં ભરાઈ જતા હોય છે. લોકોની ઘરવખરી , અનાજ બાળકોના સ્કૂલના ચોપડા સહિતની ઘર વખરી પાણીમાં પલળી જતા વધુ નુકસાની ભોગવે છે.

આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર ઘોર નિદ્રા માં હોય તેવું  લાગી રહ્યું છે અને કોઈ કામ હજુ સુધી થયું નથી

જેથી આ વિસ્તારના લોકોએ ફરી એક વખત મીડિયા સમક્ષ પોતાની વ્યથા વર્ણવી તંત્રને વહેલી તકે રસ્તાઓ ઊંચા લઈ પાણી નાં નિકાલ માટેની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.

ચોમાસા પહેલા આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે ધોધમાર વરસાદ અને ચોમાસા દરમિયાન લોકોની પરિસ્થિતિ કેવી હશે તે તો આના પરથી જ ખ્યાલ આવે ત્યારે તંત્ર સમસ્યાનું નિરાકરણ લાવે છે કે કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.