ગોંડલ  પાસે કારચાલકે છ ગાયને અડફેટે લેતા ત્રણ ગાયના મોત: ત્રણ ગંભીર

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલિયાળા  પાસે કાર અકસ્માત મા એક જ પરિવાર ના છ વ્યકિતો ના કરુણ મોત ની ઘટના ની શાહી હજુ સુકાઇ નથી ત્યા બેકાબુ કાર ચાલકે છ જેટલી ગાય ને હડફેટે લેતા ત્રણ ગાય ના મોત નિપજ્યા હતા.જ્યારે ત્રણ ગાય ને ગંભીર ઇજા પંહોચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે બિલીયાળા નજીક દેવાભાઇ જગદીશભાઈ ધ્રાંગિયા 20 જેટલા માલ ઢોર ને લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર પંચર ની દુકાન વાળા નું જનરેટર ચાલુ થતા પશુઓ ભડકતા રોડ ઉપર ભાગ્યા હતા.

દરમિયાન  પુરપાટ વેગે ઘસી આવેલી લષ3 સવ 9107 ના કાર ચાલકે છ ગયો ને અડફેટે લેતા આ સર્જાયેલ અકસ્માતમાં ત્રણ ગાયો ના મોત નિપજયા હતા જ્યારે ત્રણ ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી બનાવ અંગે જગદીશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ આઈપીસીની કલમ 279 429 એમ વી એકટ કલમ 134 184 177 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી