Abtak Media Google News

રાજકોટના ખેરડી ગામના પાચ મિત્રોને જૂનાગઢથી પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો

ગોંડલ તાલુકાના ભુણાવા નજીક કાર પલટી જતા રાજકોટના ખેરડી ગામના ત્રણ યુવકને ઇજા પહોંચી હતી. ત્રણેય યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાચ મિત્રો જૂનાગઢથી પરત ખેરડી ગામે આવતા હતા ત્યારે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ખેરડી ગામે ગોપાલ ગૌશાળામાં કામ કરતા જગમાલ દુદાભાઈ મકવાણા (ઉ.વ.૩૪), મોતીરામ સંતોષભાઈ પવાર (ઉ.વ.૪૨) અને હરેશ આનંદભાઈ મૂછડીયા સહિત પાંચ મિત્રો જુનાગઢથી રાજકોટ પરત ફરી રહ્યા હતા. ત્યારે ગોંડલના ભુણાવા પાસે અજયરાજ હોટલ પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકને જાણ થતાં તેઓ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પાંચેય મિત્રો જૂનાગઢથી ખરેડી ગામે પરત ફરતા હતા ત્યારે રસ્તા પર પશુ મૃત હાલતમાં આડું પડેલું હોય જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.