Abtak Media Google News

પડધરી અને લોધીકા પાસે રાજકોટના યુવાનના મોત: ગોંડલ નજીક ટ્રકે છકડો રીક્ષાનો ઠોકરે લેતા યુવતિનું મોત.

રાજકોટ જીલ્લામાં ત્રણ સ્થળે માર્ગ અકસ્માતમાં ત્રણના મોત નિપજયા જેમાં પડધરી નજીક ટ્રેકટરની ઠોકરે રાજકોટના રિક્ષા ચાલકનું મોત લોધીકા પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા ચાલકનુ મોત નિપજયું હતું. ગોંડલ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં મહીલાનું મોત થયું હતું.

પોલીસમાંથી પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટના રૈયા ધારના મફતીયાપરામાં રહેતા પ્રવિણભા અમરશીભાઇ નામના ૩૦ વર્ષીય યુવાન ઓટો રીક્ષા લઇને રાજકોટ-જામનગર માર્ગ પર આવેલી કિસ્ટલ હોટલ પાસે પહોચ્યા ત્યારે જીજે ૩ ઇએ ૭૯૧૯ નંબરના ટ્રેકટરે રીક્ષાને હડફેટે લેતા પ્રવિણભાઇ આદમીયાનું ગંભીર ઇજા પહોચતા મોત નિપજયું હતું. પડધરી પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે શહેરના મવડી ફાયર બ્રિગેડ નજીક આસોપાલવ નગરમાં રહેતા ઉપેન્દ્રભાઇ બાબુભાઇ બેચરા નામના યુવક બાઇક લઇને લોધીકાના પાળ ગામ પાસે વિવાહ પાર્ટી પ્લોટ નજીક પહોચ્યા ત્યારે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ઉપેન્દ્રભાઇનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.  લોધીકા પોલીસ મથકના સ્ટાફે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રહેતા બીપીનભાઇ ખીમજીભાઇ બાબરીયા નાના પ્રૌઢ જીજે ૩ વાય ૫૫૭૮ નંબરની રીક્ષા લઇને પેસેન્જર ભરીને ગોંડલ તરફ જઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા જીજે ૩ ટી ૨૧૫૮ નંબરના ટ્રકે રીક્ષાને હડફેટે લેતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુમિત્રાબેનને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન સુમીત્રાબેનનું મોત નિપજયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.