Abtak Media Google News

રોડ પર આવેલા લીબડીયાના નહેરા નજીક એક સાથે એક દિપડા અને દિપડીના મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી છે. ઝેર  ભેળવેલું મારણ ખાતા મોત નિપજવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. વન વિભાગ દ્વારા તપાસનો ધમ ધમાટ શરુ કરાયો છે. બનાવના પગલે જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.

ધારી અમરેલી રોડ ઉપર આવેલા લીબડીયાના નહેરા નજીક આવેલ રેવન્યુ વિસ્તારમાં આજે સવારના અરસામાં એક દિવસ તથા બે દીપડીના મૃતદેહ થોડા થોડા અંતરે પડયા હોવાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ સ્ટાફે દોડી ગયો હતો.

પ્રાથમીક તપાસમાં ઝેર ભેળવેલ શ્ર્વાનનો મૃતદેહ આરોગ્ય બાદ ત્રણેય દિપડાના મોત થયાનું ખુલ્યું હતું. વન વિભાગે મૃતદેહોને પી.એમ. માટે મોકલ્યા છે. વધુ તપાસ માટે ડોગ સ્કવોડની મદદ લેવાઇ છે.

ધારી ગીરપૂર્વમાં એક સાથે એક દિપડો અને બે દિપડીના મોતને ભેટયાનો પ્રથમ બનાવ હોઇ વન તંત્રમાં દોડધામ મચી છે. વન વિભાગના અધિકારીઓ હજુ કોઇ નિષ્કર્મ ઉપર પહોચ્યા નથી. તથા તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.