Abtak Media Google News

ફ્રાંસથી ઉડાન કરી રસ્તામાં આકાશમાં જ ઇંધણ ભરી સીધા ભારત પહોંચ્યા

સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ બેઝ પર જવા રવાના

ફ્રાંસથી વધુ ત્રણ લડાયક રાફેલ વિમાનો જામનગર એરફોર્સ પર રાત્રે ૮:૧૪ કલાકે આવી પહોંચ્યા હતા. બાદમાં સવારે હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે રવાના થયા હતા.

ફ્રાંસ સાથે થયેલા સોદા મુજબ વધુ ત્રણ રાફેલ વિમાન ભારતને આપવામાં આવ્યા છે. ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ ગઈકાલે રાત્રે ૮;૧૫ કલાકે ત્રણ રાફેલ વિમાન જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચ્યા હતા. સવાર સુધી રહ્યાં બાદ વહેલી સવારે હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે જવા રવાના થયા હતા.

Img 20201105 Wa0003

ભારતે ફ્રાંસ સાથે ૩૬ રાખેલ ખરીદવાનો સોદો કર્યો છે કે, અગાઉ સપ્ટેમ્બર માસમાં ફ્રાંસે પાંચ વિમાન આપ્યા બાદ હવે વધુ ત્રણ વિમાન ભારતને પહોંચાડયા છે. પાંચ વિમાનો આવ્યા ત્યારે ફ્રાંસથી ઉડાન ભર્યા બાદ અબુધાબી પાસે અલઢફરા એરબેઝ ખાતે ઈંધણ ભરવા રોકાયા બાદ ૨૯ જુલાઈએ અંબાલા એરબેઝ ખાતે આવ્યા હતા. જો કે બાદમાં રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે ૧૦ સપ્ટેમ્બરના રોજ ઔપચારિક રીતે ભારતીય અરેફોર્સમાં સામેલ કરાયા હતા. અત્રે એ યાદ આપીએ કે ફ્રાંસે ભારતને દર માસે ચાર રાફેલ આપવાનું નક્કી કર્યું છે. ભારતીય એરફોર્સમાં ૩૬ રાફેલ વિમાનો સામેલ થતા વાયુસેનાની તાકાતમાં વધારો થશે.

રાફેલની વિશેષતા

  • રાફેલ વિમાન ઉડાન સમયે સૌથી વધુ ૨૪૩૫ ટન વજનની ક્ષમતા ધરાવે છે.
  • વિમાનમાં ૪.૭ ટન ઈન્ટરનલ ફ્યુલ ક્ષમતા છે જ્યારે એકસ્ટર્નલ ફયુલ ક્ષમતા ૬.૭ ટન છે.
  • પરમાણુ મિસાઈલ્સ વહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
  • વિમાનની ઉંચાઈ ૫.૩૦ મીટર છે અને લંબાઈ ૧૫.૩૦ મીટર છે.
  • વિમાન પ્રતિ કલાક ૨૦૦૦ કિ.મી.ની ઝડપે ઉડે છે.
  • ફ્રાંસની દરસ્સોના કંપનીનું ફોર્થ જનરેશન રાફેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.