Abtak Media Google News

અલી ઝફર, શ્રઘ્ધા શ્રીનાથ, રિચા સિન્હા અને દિપરાજ રાણા સહિતના કલાકારો અભિયન પાથરશે

ડાયરેકટર તિગ્માન્સુ ધુલીયાની આગામી ફિલ્મ‘મીલન ટોકીઝ’નું શુટીંગ શરુ થઇ ગયું છે. આજે લખનઉંમા શુટીંગની શરુઆત થઇ હતી. જયાં સેટ પર ફીલ્મમાં લીડ રોલ કરનાર અલી ફાઝલ, શ્રાઘ્ધા શ્રીનાથ, રીચા સિંન્હા અને દીપ રાજ રાણા હાજર રહ્યા હતા.

જણવી દઇએ કે, ‘મીલન ટોકીઝ’ ના પ્રોડયુસર પી.એસ. છટવાલ છે તે પણ લખનઉમાં શુટીંગ સેટ પર હાજર રહ્યા હતા. આ ફિલ્મના ડાયરેકટર તિગ્માન્સુ ધુલીયાએ કહ્યું કે, ‘મીલન ટોકીઝ’નું શુટીંગ શરુ થઇ ગયું છે અને આ ફીલ્મની સ્ટોરી ઓડીઅન્સ સમક્ષ રજુ કરવા હું ખુબ જ આતુર છું પ્રોડયુસર પી.એસ. છટવાલના હસ્તે પારંપારીક પૂજા અને મુહુર્ત બાદ શુટીંગ શરુ થયું હતું.

Milan Talkies
Milan Talkies

‘મીલન ટોકીઝ’ની સ્ટોરી વિશે વાત કરીએ તો, આ ફીલ્મમાં એક લવ સ્ટોરી રજુ થશે. પ્રોડયુસ છટવાલે કહ્યું કે, આ સ્ટોરી ડાયરેકટર તીગ્માન્સુ ધુલીયાની ખુબ જ નજીક છે. જે દર્શકોને ખુબજ ગમશે તેવી મને આશા છે. એકટર અલી ફાઝલ કે જે લખનઉના જ છે. અભિનેત્રી શ્રાઘ્ધા શ્રીનાથ અને અલી ફાઝલની આ પ્રથમ ફીલ્મ છે. અલી ફાઝલે કહ્યું કે લખનઉમાં જ શુટીંગ થવાથી તે ખુબ જ ખુશ છે. અને આ ફીલ્મમા તેને કામ કરવા મળ્યું તે ખરેખર ભાગ્યની વાત છે તેમ જણાવ્યું હતું.

ફીલ્મી કીડા પ્રોડકશન વિશે વાત કરી એ તો આ પ્રોડકશન હાઉસ મુંબઇ સ્થિત છે. જેની લેટેસ્ટ મુવી ‘મીલન ટોકીઝ’ આવી રહીછે. આ ફીલ્મનું સ્ક્રીનપ્લે અને ડાયલોગ તીગ્માન્સુ ધુલીયા દ્વારા લખાયા છે.‘મીલન ટોકીઝ’ આ વર્ષે રીલીજ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.