Abtak Media Google News

અગાઉ બે વખત યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી : પોલીસે વૃદ્ધની કરી ધરપકડ

રાજકોટમાં રૈયા રોડ પર રહેતી યુવતીને 60 વર્ષનો ધરાર પ્રેમી પજવણી કરતો હોવાથી તેને કંટાળી જઇ પોલીસ કમિશનર કચેરીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગાંધીગ્રામ પોલીસે ધરાર પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ વૃદ્ધે અગાઉ પણ બે વખત યુવતિની પંજવણી કરી હતી ત્યારે તેને ફરિયાદ નોધાવી હતી પરંતુ આ વૃદ્ધ ધરાર પ્રેમી સુધર્યો ન હતો.અને વારંવાર યુવતિની પંજવણી કરતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વિગતો મુજબ રૈયા રોડ પર રહેતી યુવતીને તેના ઘર નજીક આવેલા વિસ્તારમાં રહેતો રહીમ સુલેમાન શેખ નામનો પરિણીત ધરાર પ્રેમી મારી સાથે લગ્ન કરી લે તેમ કહી પજવણી કરતો હોય જેથી તેના પરિવારજનો સાથે યુવતી પોલીસ કમિશનર કચેરીએ ધરાર પ્રેમી સામે રજૂઆત કરવા આવ્યા બાદ તેને લાગી આવતા કચેરીના કમ્પાઉન્ડમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવા માટે હોસ્પીટલમાં ખસેડાતા પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા કેટલાક સમયથી ધરાર પ્રેમી રહિમ શેખ તેની પુત્રીની ઉંમરની યુવતી સાથે પજવણી કરતો હોય જેથી યુવતીના પરિવારજનોએ અગાઉ પણ બબ્બે વખત ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની સામે અટકાયતી પગલા પણ લીધા હતા તેમ છતાં એકલી નીકળતી યુવતીનો પીછો કરતો અને પજવણી કરતો હોય પોલીસે રૈયા રોડ પર રહેતો ધરાર પ્રેમી રહિમ સુલેમાન શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી પાઠ ભણાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.