“મમ્મીને કેમ ભગાડી ગયો” તેમ કહી પુત્રએ માતાના પ્રેમીની કરી હત્યા

the-murder-of-my-young-man-was-shot-at-mandwa-village-in-mandvi-village
the-murder-of-my-young-man-was-shot-at-mandwa-village-in-mandvi-village

પાંચ વર્ષ પૂર્વે માતાને ભગાડી ગયા હોવાનો ખાર રાખી પુત્રએ પ્રેમીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગરના વરતેજ ખાતે રહેતા અને ખેતી કામકાજ કરતા યુવાનને તે જ ગામના એક શખ્સે છરીના ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે બનાવવાની જાણ વરતેજ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય પ્રાથમિક પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકને આરોપીની માતા સાથે પ્રેમ સંબંધ હોવાથી તે આજથી પાંચ વર્ષ પૂર્વે તેને બગાડી ગયો હતો જે વાતનો ખાસ રાખે આજે તેને હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું.

વિગતો મુજબ વરતેજ ખાતે રહેતા કાળુભાઇ રવજીભાઈ નામના યુવાનને તેનાજ ગામના કાના પોપટ રાઠોડ નામના શખ્સે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે.બનાવની જાણ પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,મૃતક કાળુભાઇ આરોપી કાના રાઠોડની માતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પાંચ વર્ષ પૂર્વે તેને ભગાડી ગયો હતો.

જેથી તેને તે વાતનો ખાર રાખી ગઈકાલે તે તેના ઘરે ગયો હતો અને ” માર મમ્મીને કેમ ભગાડી ગયો” તેમ કહી તેને છરીના ઘા ઝીંકી દીધા હતા જ્યાં તેને ગંભીર ઈજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનો ટૂંકી સારવાર દરમિયાન મોતની હતુ બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલને દોડી જાય બતક ની બહેનની ફરિયાદ પરથી આરોપી કાના રાઠોડ સામ ખૂનનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.