Abtak Media Google News

વિદ્યાર્થીઓ સરળતાથી વિદેશી યુનિવર્સિટીઓ સાથે જોડાય તે માટે સરકારના પ્રયાસો

સરકાર વિદ્યાર્થીઓને ઘરઆંગણે વિદેશી યુનિવર્સિટીની ડિગ્રીઓનો ફાયદો મળે તે માટે એજયુકેશન ટુરીઝમની દિશામાં કામગીરી શ‚ કરી છે. અત્યાર સુધી આ ક્ષેત્રે હાયર એજયુકેશન એમ્પાવરમેન્ટ રેગ્યુલેશન એજન્સી અમલમાં હતી. જયારે હવે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેમાં શિક્ષણની ગુણવતા સુધારવા માટે સરકારે કવાયત શ‚ કરી છે.

નીતિ આયોગે વિદેશી યુનિવર્સિટીઓનો ફાયદો વિદ્યાર્થીઓને ભારતમાં જ મળે તે માટે કાયદાકીય માળખુ ઘડવાની કામગીરી શ‚ કરી છે અને ટુંક સમયમાં યુજીસી અને એ.આઈ.સી.ટી.ઈ ના નિયમોમાં ફેરફાર કરીને એજયુકેશન ટુરીઝમની વધુને વધુ આગળ ધપાવવા માટેના પ્રયાસો હાથધર્યા છે.

આ નવા એજન્ડા વિદેશી શૈક્ષણિક સંસ્થાઓમાંથી જોઈન્ટ ડિગ્રી અપાવશે. આ ઉપરાંત ઓનલાઈન કોર્સ, ગુણવતાયુકત ફેકલ્ટી, પીએચડીમાં પ્રવેશ માટે નેટનો ઉપયોગ વગેરે જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં એજયુકેશન ટુરીઝમને સફળ બનાવવા માટે વિદેશી સંસ્થાઓ સાથે જોડાણ, ત્રણ તબકકાનું શિક્ષણનું માળખુ, વિદ્યાર્થીઓને સારી ફેકલ્ટી આપવી, શૈક્ષણિક સંસ્થાઓ ઉપર તપાસના નામે સતત અપાતુ દબાણ અટકાવવું, ઓનલાઈન ફિડ્રમ, નવા સંશોધનો માટે અવકાશ સહિતના મુદ્દા નકકી કરવામાં આવ્યા છે. જેથી ભારત વિદ્યાર્થીઓ સરળતાથી વિદેશી યુનિવર્સિટીઓ સાથે રહીને ડિગ્રીઓ મેળવી શકશે અને શૈક્ષણિક રીતે વધુને વધુ સક્ષમ બનશે.

નીતિ આયોગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ ઓકસપોર્ડ જેવી યુનિવર્સિટીઓની ડિગ્રી મળી રહેશે. અગાઉ વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને ભારે દોડધામ કરવી પડતી હતી અને ખર્ચ પણ એટલો જ થતો હતો પરંતુ હવે સરકાર આ બાબતે વધુ ગંભીર બની છે અને વિદ્યાર્થીઓને સરળતાથી ઉંચી ગુણવતાનું શિક્ષણ મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એજયુકેશન ટુરીઝમ પણ આ પ્રયાસનો એક ભાગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.