Abtak Media Google News

સામાજીક ઉતરદાયીત્વ માટે દતક લેવાયેલા સાતેય ગામોમાં સતત સેવાકાર્યની સરવાણી

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપની જય ઇન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટના વી એમ તંતી ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં સામાજીક ઉત્તરદાયિત્વના સી.એસ.આર ભાગરુપે જય ઇન્ટરનેશનલ સ્કૂલની આજુબાજુના સાત ગામો દેવગામ દેવડા , નિકાવા , નગર પિપળીયા , છાપરા , આણંદપર અને મેટોડા ગામને જય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત શિક્ષણ , સ્વચ્છતા અને સ્વાસ્થય જેવા વિકાસ – ઉત્કર્ષ માટે દતક લેવામાં આવ્યા છે તાજેતરમાં આ યોજનાના ભાગ રુપે આ દતક લેવાયેલા ગામોમાં નિ:શુલ્ક ચિકીત્સા કેમ્પ અને શાકભાજીના બીજના વિતરણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જય ગ્રામ ઉત્કર્ષ યોજના હેઠળ આ તમામ સાત ગામોમાં નિ:શુલ્ક ચિકીત્સા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં બાળકો સ્ત્રીઓ અને ગામના લોકોને વી.એમ.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ અને એલ.આર શાહ હોમિયોપેથી કોલેજના તબીબો એ મેડિકલ કેમ્પના આયોજન દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથની સારવાર તદ્ન નિ:શુલ્ક પુરી પાડી હતી આ મેડિકલ કેમ્પનો લાભ ગામના 1000 થી વધુ પરિવારોએ લીધો હતો . આ ઉપરાંત જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છાપરા ગામના સરપંચ ભરતભાઈ અને ઉપ – સરપંચ ગૌરાંગભાઈ દેવડા ગામના સરપંચ નિલેશભાઈ , દેવગામના સરપંચ નિતિનભાઈ , આણંદપર ગામના સરપંચ મનસુખભાઈ , નિકાવા ગામની શાળાના પ્રિન્સિપાલ નિલેશભાઈ અને મેટોડા ગામના સરપંચ જયંતભાઈના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ગામની વાડી અને ખેતર માટે શાકભાજીના 2000 થી વધુ બીજનું વિતરણ કરવામાં આવું હતું .

આ અંગે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી . વી . મહેતા એ જણાવ્યું હતું કે , તાજેતરમાં યોજાયેલ મેડિકલ કેમ્પ ગ્રામજનોની આરોગ્યની સુરક્ષા માટે લાભદાયી બન્યું હતું , જયારે શાકભાજીના બીજનું વિતરણ ખેતી કરનાર ખેડુતભાઇઓ માટે આર્થીક ઉપાર્જનમાં નિમિત્ત બનશે. આગામી સમયમાં મેટોડાની આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ , સ્ત્રીઓ, વડિલો અને તમામ ગ્રામજનોના ઉત્કર્ષ અને વિકાસ માટે સમયાંતરે અલગ – અલગ વિકાસલક્ષી પ્રોગ્રામ સ્વચ્છતા,જાગૃકતા કાર્યક્રમોના આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા , સીઇઓ ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં સ્ટાફ ના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.