Abtak Media Google News

ગુજરાત સરકારશ્રીની કંપની જી.ડબલ્યુ.એસ.એસ.બી. અને જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં NC ૩૨, ૩૩, ૩૪ પાઈપલાઈન મારફત નિયમિત રીતે નર્મદાના નીર પહોંચાડવા આવી રહયા છે. જોકે આ પાઈપલાઈન નેટવર્ક પર કેટલાક આવશ્યક મેઇન્ટેનન્સના લીધે તા.૭થી૧૧ની મધ્ય રાત્રી સુધી એટલે કે પાંચ દિવસ સુધી પાણી બંધ રહેવાનું હતું પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણીથી વંચિત ન રહેવું પડે તેવા હેતુથી GWSSB અને GWIL સાથે સંકલન કરી પાઈપલાઈનને બદલે માળીયા કેનાલમાંથી પાણી મળી રહે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરાવતા રાજકોટના જે વિવિધ વિસ્તારોમાં બંધ રાખવું પડે એમ હતું ત્યાં વિના અવરોધ પાણી વિતરણ થઇ શક્યું છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

જેમકે રાજકોટને NC ૩૨, ૩૩, ૩૪ માંથી પાણી મળતું હતું પરંતુ જી.ડબલ્યુ.એસ.એસ.બી. અને જી.ડબલ્યુ.આઈ.એલ. દ્વારા પાંચ દિવસ માટે મેઇન્ટેનન્સના ઇસ્યુને લીધે પાની છોડવાનું બંધ રાખ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ બાબતે GWILસાથે તુરંત સંકલન કરી તાત્કાલિક અસરથી માળિયા કેનાલ ચાલુ કરાવવા ઉપરાંત હીરાપર પાસે બંધ પડેલું પમ્પિંગ સ્ટેશન પણ તાકિદની અસરથી ચાલુ કરાવતા નર્મદાના પાણીની વ્યવસ્થા થઇ શકી હતી. અલબત્ત રાજકોટને NC ૩૨, ૩૩, ૩૪ માંથી રોજ ૧૦૫ એમ.એલ.ડી. જળ જથ્થો મળતો હતો તેની સાપેક્ષમાં માળીયા કેનાલમાંથી થોડું ઓછું પાણી મળ્યું છે પરંતુ મહાનગરપાલિકાએ બાકીનો ઘટતો જળ જથ્થો એક્સપ્રેસ ફીડર લાઈનમાંથી ટ્રાન્સફર કરી કોઠારિયા, રૈયાધાર, બેડી ઝોન, રેલનગર, બજરંગવાડી, ગ્રીનલેન્ડ અને ચંદ્રેશનગરના વિસ્તારોમાં કોઇપણ પ્રકારના શટડાઉન વગર પાની વિતરણ યથાવત જાળવી રાખવામાં સફળતા મેળવી છે, તેમ મ્યુનિ. પણ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.

તેમણે વધુમાં જણાવતા કહેલું કે, રાજકોટને નિયમિત NC ૩૨, ૩૩, ૩૪ માંથી પાણી મળતું હતું. પરંતુ તેમાં મેઇન્ટેનન્સના ઇસ્યુ સર્જાતા ૫ (પાંચ) દિવસ (તા: ૦૮ની રાત્રી થી ૧૧ની રાત્રી) સુધી પાણી શટડાઉન કરવામાં આવેલ જેથી પાણી મળતું બંધ થયેલ. ત્યાર બાદ રાજકોટ મહાનગરપાલિકાએ તાકીદેGWIL સાથે વૈકલ્પિક ધોરણે પાણીની વ્યવસ્થા કરાવવા માટે સંકલન કરેલ અને રાજકોટને પાણીની વ્યવસ્થા કરી આપવા જણાવેલ હતું.

GWIL એ રાજકોટ મહાનગરપાલિકાને પાણી આપવાની વ્યવસ્થારૂપે માળિયા કેનાલને ચાલુ કરવામાં આવેલ, જેનાથી રાજકોટને પેલાના પ્રમાણ કરતા અડધું પાણી મળતું થયું હતું. માળિયા કેનાલ બંધ હતી પરંતુ રાજકોટને પાણી આપવા માટે મોરબી તથા હીરાપર પમ્પીંગ સ્ટેશન ચાલુ કરવામાં આવી અને રાજકોટને પાંચ દિવસ માટે અડધી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, બાકીની વ્યવસ્થા માટે ન્યારી-૧ માંથી પમ્પીંગ કરી શહેરને પાણી પૂરું પાડવામાં આવેલ હતું.

રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને નિયમિતરીતે પાણી આપવા માટે સતત ચિંતિત અને પ્રતિબદ્ધ છે તેમ પણ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.