Abtak Media Google News

સરકારે શિક્ષણ નું ખાનગીકરણ કર્યુ અને શિક્ષણ નું વેપારીકરણ કરી ને શિક્ષણ મોંઘુ કર્યુ. હવે આ સરકાર જ્ઞાન સહાયક ના નામે શિક્ષણ નું કોન્ટ્રેકટીકરણ (કરાર આધારિત) કરી ને યુવાનો ને કાયમી રોજગારી થી વંચિત રાખીને, બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવવા જઇ રહી છે. આ માટેની લડત માં શિક્ષણ બચાવો ધરણાંનો કાર્યક્રમ આજરોજ ગાંધીનગર ખાતે  જનમંચ ના બેનર હેઠળ યોજાયેલ હતો. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા એ આ ધરણાં, લડત અને આંદોલન ને સમર્થન જાહેર કર્યું.ધરણાંમાં  અમિતભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે, આ લડાઈમાં પરિણામ સુધી લડી લેવાના મક્કમ ઇરાદા થી લડવા માટે કોંગ્રેસ તૈયાર છે.

Advertisement

તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ સરકાર ના નેતા વિશ્વગુરુ બનવા નીકળયા છે પણ એક ગુરુ ની ઇજ્જત આબરુ તેમણે સાચવી નથી. આ સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ છે. આ સરકાર શિક્ષક મિત્રો ની વાત સાંભળતી નથી અને કોઈ ને રજુઆત કરવાનો અધિકાર પણ આપતી નથી. ગુજરાત ના ખૂણે ખૂણે થી આવેલા શિક્ષક મિત્રો ને બોલવા માટે સરકાર કોઈ મંચ આપતી નથી. આવા સમયે આ શિક્ષક મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ અમિતભાઇ ચાવડા ને મળવા ગયું અને તેમણે આ લડાઈમાં સાથ આપવા ની બાંહેધરી આપી.

“આજ દિવાળી કાલ દિવાળી દિલ્હી વાળાની છેલ્લી દિવાળી” સુત્ર આપ્યું

બે લાખ લોકોને આંદોલનમાં સામેલ કરી ગાંધીનગર કુચ કરાશે: અમિત ચાવડાનો હુંકાર

આ સાથે મંચ ઉપર પ્રહાર કરતા કહ્યું કે જયારે 156 સીટો વાળી સરકાર બની હોય ત્યારે ગુજરાત માં તો રામરાજ્ય આવી ગયું હોવું જોઈએ. બધા ખુશ હોવા જોઈએ. કોઈ ને પણ કોઈ જાતની તકલીફ કે ફરીયાદ ના હોય, પણ થોડા સમયમાં લોકો ને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે અમે તો સાહેબ ના જુમલામાં આવી ગયા.

ગાંધી લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે, આ સૂત્ર સાથે અમિતભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે આ લડાઈમાં આપણા સૌનો મક્કમ ઇરાદો હશે તો જ્ઞાન સહાયક રદ થશે. આપણે આંદોલન સિવાય મીડિયા અને સોશિયલ મીડિયા ના માધ્યમથી પણ આ લડાઈ લડવાની છે. તેમણે ખૂબ જ પ્રેરક સૂચનો આપ્યા હતા કે આ મંચ થી થયેલા બધા ભાષણ ને તમામ શિક્ષક મિત્રો લાઇવ કરે, પોતપોતાના સોશિયલ મીડિયા ગૃપ માં મૂકી ને વધુ લોકો સુધી પહોંચાડે. કોન્ટ્રેકટ આધારિત ભરતી ના લીધે આવનારા ભવિષ્ય ના બાળકો ને નુકશાન થશે એટલે આ આંદોલન ને ગુજરાત ના ખૂણે ખૂણે સુધી પહોંચાડો. ગુજરાત માં 156 સીટ વાળી સરકાર સામે કોંગ્રેસ ના 17 ધારાસભ્યો લડવા માટે તૈયાર છે. જનમંચ એક એવો મંચ છે જેને કોંગ્રેસ જનતા માટે ખુલ્લો મૂકે છે અને જયારે જયારે સરકાર દ્વારા અન્યાય થશે ત્યારે કોંગ્રેસ સાથ આપવા તૈયાર હશે. આ લડાઈ ને તબક્કાવાર આગળ લઇ જવા માટે આગળ નો કાર્યક્રમ નક્કી કરવો પડશે.

એક એક જિલ્લા વાઇઝ ક્ધવીનર બનાવવા માટે તેમણે સૂચના આપી. સાથે કહ્યું કે તમે જેને મત આપ્યા છે એવા 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો ના ઘરે જઇ ને એમનો સપોર્ટ માંગો. એ માટે પહેલો કાગળ મારો લખાવી જજો કે જ્ઞાન સહાયક રદ કરો અને કાયમી શિક્ષકો ની ભરતી કરવા માટે શ્રી અમિતભાઇ ચાવડા નું સમર્થન છે. આવો સમર્થન પત્ર તમામ 182 ધારાસભ્યો અને 26 સંસદ સભ્યો પાસે લખાવવા જાવ. તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર પાસે જઇ ને એમનો સપોર્ટ માંગો એટલે ખબર પડશે કે એ આપણા છે કે પારકા. સાથે સાથે આપણી આસપાસ માં જે કોઈ શિક્ષક, ડોક્ટર, સામાજિક નેતા, ધાર્મિક નેતા હોય એમની જોડે આ ધરણાં ના સમર્થન માં એક વિડીયો બનાવડાવીને સોશિયલ મીડિયા પર મૂકો. ઘરે બેઠેલા 40000 શિક્ષક મિત્રો ને પણ કહો કે તમે તમારા જિલ્લા મથકોએ ધરણાં કાર્યક્રમ કરો.

ખોટું કરવા વાળા કરતા એ સહન કરવા વાળા વધારે જવાબદાર છે. એટલે દિવાળી સુધી માં આગળ નો કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. આજ દિવાળી કાલ દિવાળી, દિલ્લી વાળા ની છેલ્લી દિવાળી એવો નારો એમણે આપ્યો. ચલો ગાંધીનગર કૂચ કરીએ અને 2 લાખ લોકો ને આંદોલન માં સામેલ કરીએ. આ આંદોલન થી રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી પોતે અહીં નિમણૂંક પત્ર આપવા આવશે. ધરણાં કાર્યક્રમ ના અંત માં  અમિતભાઇ ચાવડા એ શપથ લેવડાવ્યા હતા કે આ જ્ઞાન સહાયક રદ કરાવી ને જ રહીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.