Abtak Media Google News

જિલ્લાભરનો વહીવટ અધિકારી ચલાવે છે તો એવોર્ડ જિલ્લા પંચાયતના પ્રમુખને શા માટે? કોંગ્રેસના નેતા પ્રભુ ટોકિયા લાલઘુમ

દાદરા નગર હવેલી દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જન પ્રતિનિધિઓ  તો પાવર વગરના છે, તો પછી એવોર્ડ ઉપર એવોર્ડ કઈ વાતે દેવાય છે? જ્યારે જિલ્લા નો વહીવટ અધિકારીઓની આગેવાનીમાં ચાલે છે તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ આપમેળે ચાલતી હોય તો પછી એવોર્ડ જિલ્લા પંચાયતના પ્રમુખના હાથમાં કેમ અપાય છે? મને એવું લાગે છે કે જિલ્લા પ્રશાસન અધિકારી અને જન પ્રતિનિધિઓ મળીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

કોંગ્રેસના નેતા પ્રભુભાઈ ટોકિયા એ જિલ્લા પંચાયતના પ્રમુખને એવોર્ડ અંગે ભારે વિરોધ નોંધાવ્યો છે.સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સમસ્યા રાષ્ટ્રપતિ સુધી અને ગ્રામીણ પંચાયતી રાજ મંત્રી સુધી પહોંચાડવાનો જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવર પાસે સુવર્ણ તક હતી . પણ એવું થયું નહીં. દાદરા નગર હવેલી અને દમણ દીવમાં આજકાલ વારંવાર કોઈને પણ કોઈને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે .ગયા વખતે દાદરા નગર હવેલી અને દમણ અને દીવ ને ઘર ઘર નલ સેજલ સો ટકા પહોંચાડવા માટે કેન્દ્રીય મંત્રાલય દ્વારા જળમિશન અંતર્ગત શરૂ કરવામાં આવેલી યોજના દાદરા નગર હવેલી માં 52 3 53 ઘરો સુધી નળશે જલ પહોંચાડવાનું પ્રથમ સ્થાનનું એવોર્ડ આપવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવમાં 50% લોકો ને હજુ આ સુખ મળ્યું નથી. .જિલ્લા પ્રશાસનના અધિકારીઓ કાગળ પર સો ટકા કામગીરી બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. ,કોંગ્રેસના આગેવાન પ્રભુભાઈ ટોક્યાએ જિલ્લા પંચાયતના પ્રમુખને એવોર્ડ આપવાની વાતને લોકોને ગેરમાર્ગે દોરનારી ગણાવીને આહવાન કર્યું હતું કે આવી રીતે ખોટા જસ્આપવાની અન્યાય કારી વાતો સામે અધિકારી કર્મચારીઓ ને આગળ આવવું જોઈએ.

દાદરા નગર હવેલીમાં રોડના કારણે જનતા અગાઉથી મુશ્કેલી મા પીસાઈ રહી છે આ જ રીતે ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવામાં જિલ્લા પ્રશાસન સંપૂર્ણપણે નિષ્ફળ નીકળ્યું છે, એટલું જ નહીં અત્યાર સુધી જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર  દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે યુવાનોની નોકરીઓ પણ છૂટતી જાય છે, નવી સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવતી નથી, સાંસદ થી લઈને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જન પ્રતિનિધિઓ માત્ર નામના જ રહી ગયા હોય ચૂંટાયેલા પ્રતિનિધિઓ નું અસ્તિત્વ ખતમ થઈ ગયું હોય અને કોઈ જનતા ના હિત ની વાતો કરતો નથી, જિલ્લા તંત્ર/ સાંસદની છાવણી, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ, સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા જનતાના હિતમાં કોઈ કામ કરવામાં આવતા નથી ,આ માટે યુવાનો ને સમસ્યામાં વીંટાળીને રાખવા માટે કાવતરા કરીને આર્થિક સહાય આપીને યુવાનોને મૂળ સમસ્યાથી ધ્યાન ભટકાવી રહ્યા છે, વારંવાર ક્રિકેટ અને ખેલકૂદ અને સ્પોર્ટ્સના આયોજનો માં યુવાનોને વ્યસ્ત રાખવામાં આવે છે જેનાથી યુવાનોને પોતાના હક અધિકાર મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અને ખાનગીકરણ જેવી મુખ્ય સમસ્યાઓ ઉપર વાત જ ન કરી શકે .કોંગ્રેસના નેતા પ્રભુભાઈ ટોકિયાએ એવો આક્ષેપ કર્યો છે કે જિલ્લા વહીવટી તંત્ર શાસક પક્ષના નેતા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે  આક્ષેપથી સમગ્ર વિસ્તારના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.