Abtak Media Google News

કે.એસ.પી.સી.દ્વારા ઉત્પાદકતા દિવસ તથા ઉત્પાદકતા સપ્તાહનો ઉદઘાટન સમારોહ યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દેશભરમાં ‘ઈન્ડસ્ટ્રી ૪.૦, લીપફ્રોગ ઓપોર્ચ્યુનીટી ફોર ઈન્ડીયા’થીમ આધારીત રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ તા.૧૮ સુધી ઉજવાઈ રહ્યું છે. આ સંદર્ભમાં કેએસપીસી, રાજકોટ દ્વારા ઉત્પાદકતા દિવસના ઉદઘાટન સમારોહ અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ, અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીનો ઓફ લાઈફ’ વિષયે એક રસપ્રદ વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષ સ્થાને અને એનપીસી, ગાંધીનગરના રિજીયોનલ ડાયરેકટર શિરિષ પાલીવાલના અતિથિ વિશેષપદે યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવે તથા મંત્રી મનહરભાઈ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી તથા શિરિષ પાલીવાલને મોમેન્ટો અને બુકે અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વકતા સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના હસ્તે ઉત્પાદકતા દિવસનું દિપ પ્રાગટયથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વકતા સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીના હસ્તે ઉત્પાદકતા દિવસનું દિપ પ્રાગટયથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એનપીસી, ગાંધીનગરના રિજીયોનલ ડાયરેકટર શિરિષ પાનીવાલના હસ્તે આ વર્ષની ઉત્પાદકતા થીમને વૈચારીક દ્રષ્ટિ પ્રદાન કરતા મલ્ટીકલર ‘સ્લોગન પોસ્ટર્સ’ સંપુટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય વકતા સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીએ જણાવેલ હતું કે ઉત્પાદકતા વધારવી એ આજના સ્પર્ધાત્મક યુગની એક તાતી જ‚રીયાત છે. પ્રોડકટીવીટી ડે અને વીક દ્વારા ઉત્પાદકતાનો સંદેશ દરેક સુધી પહોંચે અને સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન ‘ભારત સોને કી ચીડીયા’એ ઉત્પાદકતા દ્વારા પુરુ થાય તેવી શુભેચ્છા. નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સીલના ૬૦ વર્ષ પુરા થયાને ડાયમંડ જયુબીલી વર્ષની શુભકામનાઓ. આખુ વિશ્ર્વ આજે ઈન્ડસ્ટ્રી ૪.૦ એટલે કે ચોથી ક્રાંતિથી એક થઈ રહ્યું છે. પહેલા વિશ્ર્વ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી જોડાયેલુ નહોતું. ગ્લોબલાઈઝેશન દ્વારા આપણે ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ કરી શકીશું. સ્વામી વિવેકાનંદજીએ આ વાત ૧૦૦ વર્ષ પહેલા કહેલી હતી. આજે અમેરીકન કંપનીઓ ઈન્ડીયન સ્ટાઈલ ઓફ મેનેજમેન્ટનો ઉપયોગ કરી રહી છે અને તેને ‘કર્મા કેપીટાલીઝમ’ નામ આપેલ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને ઘણી બધી કંપનીઓના એકઝીકયુટીસને તેઓ ‘મેનેજમેન્ટ એન્ડ લીડરશીપ બાય ભગવદ ગીતા’ દ્વારા માર્ગદર્શન આપી રહ્યા છે.

કાર્યક્રમમાં ગર્વનીગ બોડીના સભ્યો હીરાભાઈ માણેક, દિલીપભાઈ ઠાકર, કિરીટભાઈ વોરા, પ્રો.જયોતિન્દ્ર જાની, ડો.હિતેશ શુકલ, ભરતભાઈ દુદકીયા, વૈશાલી પારેખ, સોનલબેન ગોહેલ તેમજ અન્ય સભ્યોમાં ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.સી.એચ.વિઠલાણી, મનસુખલાલ જાગાણી, સોનલબેન આહયા, રાજકોટ ડેરીના અધિકારીઓ, આત્મીય કોલેજ, આર.કે.યુનિવર્સિટી, ગીતાંજલી કોલેજ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.