Abtak Media Google News

 રાજકોટ-જામનગર હાઈવે ઉપર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન

ધ્રોલ શહેરમાં છેલ્લા ચાર દિવરાથી વરસાદ પડવાના લીધે વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી માંડીને ડામર રોડ ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો ભારે પરેશાન થઈ ઉઠયા છે તેમજ રાજય સરકારનો કહેવાતો સ્ટેટ હાઈવે જે રાજકોટ-જામનગર તરીકે ઓળખાય છે જયા ભારે ટ્રાફીક રહેતો તેવા રસ્તા ઉપર એક એક ફુટના ખાડા પડી જવાથી અકસ્માતનો ભય રહેતો હોય સત્વરે તંત્ર ધ્વારા કામગીરી હાથ ધરવા માંગણી ઉઠવા પામી છે.

મળતી વિગત મુજબ ધ્રોલ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે રાજકોટ-જામનગર રોડ ઉપર ત્રિકોણથી માંડીને માર્કેટીગ યાર્ડ સુધી ભારે વરસાદના લીધે ડામર રોડને નુકશાન થવા પામેલ છે અને આ અતિ અગત્યનો હાઈવે હોય ધ્રોલ શહેરમાંથી પસાર થતો હોય ત્યારે ખારવા ચોકડી પાસે એક એક ફુટના ખાડા પડી જવાના લીધે વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહયા છે અને અકસ્માત થવાનો ભય રહેલો છે ત્યારે આ ખાડા બુરવા માટે કામગીરી હાથ ધરવા લોકોની માંગણી ઉઠવા પામી છે. જયારે ધ્રોલ શહેરમાંથી જોડીયા તરફ પસાર થતા સ્ટેટ પી.ડબલ્યુ.ડી. વિભાગ હસ્તકના આ રોડ છેલ્લા ઘણા સમયથી નવો બનેલ ન હોવાના લીધે જર્જરીત હાલતમાં તે વચ્ચે વરરાદ પડવાશી આ મુખ્ય રોડ ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહયા છે અને છાસવારે વાહનો સ્લીપ થઈ રહયા હોવાની ધટના સામે આવી રહી છે ત્યારે આ રસ્તો તાકીદે નવો બનાવો જરુર હોય તે વચ્ચે સત્વરે આ રસ્તાનું સમાર કામ કરવા માટે વેપારીઓ માંગણી કરી રહયા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.