આજે પૃથ્વી દિવસ: “વસૂંધરા” પર વાયરસ હજુ વધુ વિનાશ વેરશે ??

0
55

“વસુંધરા” ગણાતી એવી આપણી માતા “પૃથ્વી”ના સંરક્ષણ માટે 22 એપ્રિલના રોજ દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. વધતા જતાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણની વિકટ સમસ્યામાંથી પૃથ્વીને બચાવવાના સંદેશ સાથે આ દિવસે લોકોમાં જાગૃકતા લાવવા પ્રયાસ કરાય છે પરંતુ હાલ પરિસ્થિતિ એટલી વિકટ છે કે માનવજીવ નહીં સમજે તો આપણી પૃથ્વીનો વિનાશ થતા વાર નહિ લાગે. વાતાવરણમાં 3 લાખ અબજ વાયરસ રહેલા છે. પરંતુ ઘણાં વાયરસ આપણને માટે હાનિકારક હોતા નથી તો ઘણાં વાયરસ જીવલેણ સાબિત થાય છે આવું જ કોરોના વાયરસએ સાબિત કર્યું છે. વિશ્વભરના દેશોમાં ટચુકડા એવા વાયરસ ભરડો ફેલાવી દીધો છે. ઠેર ઠેર પ્રાણવાયુ ઘટતા દર્દીઓ મોતના મુખે ધકેલાઈ રહ્યા છે.

જો માનવ સજાગ થઈ પર્યાવરણને તંદુરસ્ત રાખવાના પ્રયાસમાં નહીં જોડાય તો કોરોના શું આવનારા સમયમાં આવા ઘણા વાયરસ માનવ જીવન પર જીવલેણ બની ત્રાટકશે. માત્ર માનવ જીવન નહીં પરંતુ વસુંધરા પર પણ વાયરસ હજુ વિનાશ વેરી દેસે. પાછલા થોડા દિવસોથી જ જે પરિસ્થિતિ ઉભી થઈ છે. તેનું તો વર્ણન કરવું પણ મુશ્કેલ છે. પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિક પાછળ જવાબદાર કોણ ?? કોને આ વાયરસને આમંત્રણ દીધું ?? થોડુ વિચારશો ત્યાં જ તરત લાઈટ ઝબુકશે કે આ પાછળ બીજું કોઈ નહીં, આપણે જ જવાબદાર છીએ. વૃક્ષોનું નિકંદન, જંગલોમાં આગ વધતા જતા પૃથ્વીના તાપમાન વગેરેને કારણે જ હવામાનમાં મોજુદ વાયરસ-બેકટેરિયા વધુ તાકાતવાન થયા છે. અને જો આપણે જાગૃત થઈ પૃથ્વીને બચાવવાના પ્રયાસ નહીં કરીએ તો આપણો અંત નજીક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here