આજે રાષ્ટ્રીય હસ્તાક્ષર દિવસ : કોમ્પ્યુટર અને કિ-બોર્ડે પેન પકડાવતા ભુલાવી દીધા

તમારા હસ્ત લેખનની પ્રેકિટસ કરવીએ પહેલા કરતા વધુ મહત્વ પૂર્ણ છે: સારા અક્ષરએ સાચી કેળવણીની નિશાની છે:છાત્રોએ દરરોજ 10 લીટી ગુજરાતી-અંગ્રેજી અને હિન્દીનું સુલેખન લખવું

તમને તમારા અક્ષર ગમે છે ? મિત્રના અક્ષરની ઇર્ષા થાય છે તો આજના દિવસ સારા અક્ષર વાળાને પ્રોત્સાહિત કરજો: હસ્ત લેખન કળાની પ્રસંશા કરવાનો દિવસ 1977 થી ઉજવાય છે.

દુનિયાનું કોઇપણ ચિત્ર આડી-ઉભી અને ત્રાસી એમ ત્રણમાંથી બને છે ત્યારે જેનું ચિત્ર વણાંક સારા હોય તેના અક્ષરો સારા જોવા મળે છે. હસ્તાક્ષરને આપણે  સહી કે સિગ્નેચર તરીકે પણ ઓળખીએ છીએ. દરેક માનવીને જયારે ઓછુ લખવાનું હોય ત્યારે તે ધીરજથી હમેશા સારા અક્ષરો જ કરે છે પણ જો લાંબુ  લખવાની વાત આવે ત્યારે પ્રારંભના સારા અક્ષરો બાદ અક્ષરો બગડતા જાય છે. એક તારણ એવું છે કે બુઘ્ધિશાળીને હંમેશા ઓછુ લખવાનું આવે છે તો બહુ ભણેલા ના અક્ષરો પણ વધુ લખાલખ કરીને અંતે બગડી જતાં જોવા મળે છે.

આજે રાષ્ટ્રીય હસ્તાક્ષર દિવસ છે જે દુનિયામાં 1977 થી ઉજવણી કરાય છે. આજના દિવસે સારા સુવાચ્ય અક્ષરો લખતા વ્યકિતને માન સન્માન આપવાનો દિવસ છે. આજન ઇન્ફરમેશન ટેકનોલોજીમાં નવી લેખન પઘ્ધતિ તરીકે કોમ્પ્યુટર કિ-બોર્ડના ઉપયોગને કારણે પેન અને કાગળની જુની લેખન પઘ્ધતિ ભૂલી ગયા છે. આજે તો સોશિયલ મીડીયામાં આપણે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી પણ હવે બહુ લખતા કે વાંચતા નથી ત્યારે પેનન મદદથી કાગળ અને અંગ્રેજી પણ હવે બહુ લખતા કે વાંચતા નથી ત્યારે પેનની મદદથી કાગળ પર એક બે પેઇઝ કોણ લખે છે, ટાઇપ પણ નથી એક વાત છે કે શાળાએ ભણતા વિઘાર્થી  લેખકો પત્રકારો હજી પણ લેખન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જો કે તેમાં પણ બોલીને મોબાઇલમાં લખવાવાળાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.

સારા અક્ષર એ સાચી કેળવણીની નિશાની છે ત્યારે આજના છાત્રોએ નિયમિત દરરોજ ગુજરાતી- હિન્દી અને અંગ્રેજીની 10 લીટી સારા અક્ષરે લખવી જોઇએ. પહેલા તો શાળામાં દરરોજ સુલેખન કરાવતા અને સારા અક્ષરોની સ્પધા પણ યોજાતી હતી. આજે તો પોત લખેલા અક્ષરો પોતે જ ઉકેલ શકતા નથી ને લખવાની ટીમ માનવી ભૂલતો જાય છે. તમારા હસ્ત લેખનની પ્રેકિટસ કરવીએ પહેલા કરતાં વધુ મહત્વનું છે. જો તમારા અક્ષરો સારા થતાં હોય તો બીજાને પ્રેરણા આપજો ને ખાસ તમારા સંતાનોને આ પરત્વે પ્રોત્સાહીત કરીને રસ રૂચી વધારીને તેને તેમ કરવા પ્રેરણા પૂરી પાડજો. તમારા અક્ષરોના મરોડ માટે અંગુઠો, પ્રથમ આંગળીની પકડ સાથે બીજી આંગળીનો સપોર્ટ જરુરી છે. ચિત્ર કે અક્ષરો માટે આંગળી, કાંડુ, કોળી અને ખંભા જેવી ચાર વસ્તુનું સંતુલન જરુરી બને છે.

બીજાના સારા અક્ષરો જોઇને પણ તમે તમારા હસ્તાક્ષરોમાં સુધારો કરી શકો છો.

1977 માં જયારે શિક્ષકોને લાગ્યું કે હસ્ત લેખનની કલા એક કૌશલ્ય તરીકે લુપ્ત થઇ રહી છે. ત્યારે રાઇટીંગ ઇન્સ્ટુમેન્ટ મેન્યુફેકચર્સ એસોસિએશનને રાષ્ટ્રીય  હસ્ત લેખન દિવસ ઉજવવાનું  નકકી કરેલ હતું. ઇતિહાસકારોના મતે હસ્ત લેખનની શોધ 3400 બીસીમાં મેસોપોટેમિયામા: થઇ હતી, જયાં તેઓ માટીના ગોળી પર કયુનિ ફોર્મ લખતા હતા. આ પછી આ કલા ઇજિપ્ત પછી રોમ અને બાદમાં યુરોપમાં ફેલાઇ હતી. સારી લેખન કળાના વિકાસમાં યુરોપના રાજવી પરિવારોનો ફાળો વિશેષ રહ્યો હતો. 1700 ના દાયકાઓમાં લેખકોને તાલીમ આપવા માટે વિશ્ર્વની પ્રથમ હસ્તી લેખન અને લેખન શાળાઓની રચના કરવામાં આવી હતી.

હસ્તાક્ષરની શૈલી કે હસ્ત લેખનની ઘણી શૈલીઓ છે પણ તે પૈકી કર્સિવ, પ્રિન્ટ રાઇટીંગ અને ડી નિલિયન મુખ્ય ત્રણ શૈલીઓ છે. પ્રિન્ટએ પ્રમાણ ભૂત કલમ છે તો કર્સિવ એ ફેનિસ પર સિગ્નેચર સ્ટાઇલ ફોન્ટ છે. ડી’નીલીયન હસ્તાક્ષર એ કર્સિવ શીખવાના સામાન્ય રીત છે. મોટા કાગળ પર એક પછી એક અક્ષરો લખવાનું શરુ કરો પછી તમે પ્રેકિટસ પડી જતાં તમારા હસ્ત લેખનમાં સુધારો આવે છે. તમારા ખરાબ અક્ષરોમાં સુધારો કરીને તમે પોતે જ નવુ સારુ સર્જન કરી શકો છો.

સારા હસ્તાક્ષરો મેળવવા માટે સંશોધકોના મત મુજબ વિવિધ 1ર ટ્રીકને સમજવી જરુરી છે. જેમાં લેખનના ગુણધર્મો, લીટી, અંતર, શબ્દનું કદ, પેન, સ્ટ્રોક, યુરો અક્ષર, પેનપ્રેસર, સ્લેટ કે કાગળ, બેઝલાઇન, શણગાર અને યોગ્ય જગ્યા જેવી વિશિષ્ટ લેખનની રીત સમજવી જરુરી છે. જો તમે આ રીતને અનુસરતા નથી તો તમારા અક્ષર સારા ને બદલે ગળબળીયા થઇ જાય છે. ઘણા લોકો ડાબોડી હોય છે પણ મોટાભાગના જમણે હાથે લખતા જોવા મળે છે. અમુક અપવાદ કિસ્સામાં માનવી બન્ને હાથે લખી શકતો જોવા મળે છે.

પહેલાના જમાનામાં સારા અક્ષરોને સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવતું તો આજે શાળા- શિક્ષક કે છાત્રો કોઇને આ બાબતે કંઇ પડી નથી. આજના યુગમાં હાથે લખવા કરતા ડિજિટલ યુગમાં કિબોર્ડ પર ટાઇપ કરવાનું બધા પસંદ કરે છે. એક વાત છે કે વિશ્ર્વના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથથી જ લખવામાં આવ્યા છે. હસ્ત લેખનએ વ્યકિત માટે ફિંગર પ્રિન્ટ જેટલું જ અનોખું છ.. બધી જ વ્યકિતના અક્ષરો અલગ અલગ જોવા મળે છે. આજે તો તેનો અભ્યાસ કરવામાં આવે છે જેને  ગ્રાફોલોજીસ્ટ કહેવાય છે. ઐતિહાસિક દસ્તાવેજોની સચોટતા આ અભ્યાસું જ કરે છે.

આજે તમારા કોમ્પ્યુટરમાંથી થોડો વિરામ લઇને સ્વ હસ્તલેખન કરીને સાથે ડબલ અક્ષરો કે થીડી અક્ષરો બનાવો. સારુ લેખન એ તમારી સર્જનાત્મક શકિતની ખીલવણી કરતી હોવાથી શિક્ષકે છાત્રોને આ બાબતે જાગૃત કરીને તેના અક્ષરો સુધારવા કે લેખન પ્રવૃતિ તરફ વાળવા જરુરી છે. કોઇપણ લેખન પરથી તમે તે વ્યકિતના જીવન વિશે ઘણી માહીતી મેળવી શકો છો.

હસ્તલેખનએ વ્યકિત માટે ફિંગર પ્રિન્ટ જેટલું જ અનોખું

હસ્ત લેખન કલાની શોધ 3400 બીસીમાં મેસોપોટેમિયામાં થઇ હતી. માનવીના હસ્તલેખન એ વ્યકિત માટે ફિંગર પ્રિન્ટ જેટલું જ અનોખું છે. 1700 ના દાયકામાં લેખકોને તાલીમ આપવા વિશ્ર્વની પ્રથમ હસ્તલેખન અને લેખન શાળાની  શરૂઆત થઇ હતી.

અક્ષરો તમારૂ વ્યકિતત્વ અને માનસિકતા પણ દર્શાવે

ગ્રાફોલોજીસ્ટ હસ્તાક્ષરનો અભ્યાસ કરે છે, અને તેના પરથી વ્યકિતનું વ્યકિતત્વ અને તેની માનસિકતાનો અભ્યાસ કરે છે. ઘણા લોકો અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત હોય તો તેનો તેના અક્ષરો પર પ્રભાવ પડી શકે છે. સારૂ હસ્ૃતલેખન, હાથના હાડકાની રચના, આંખનું સંકલન, સ્નાયુઓની યાદ શકિત અને માનસિકતાની ક્ષમતા પર આધાર રાખે છે. ખરાબ અક્ષરો કે હસ્તાક્ષરો આનુવંશિક નથી.