Abtak Media Google News

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે નિષ્ણાંત તબીબોએ વેક્સિનેશનની જરૂરિયાત અંગે અભિપ્રાય વ્યકત કર્યા

ભારતમાં 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે. લોકોને રસીકરણ વિશે જાગૃત કરવા અને તેનું મહત્વ સમજવામાં માટે આ દિવસ ઉજવવામાં આવે છે. કોવિડ-19ની મહામારીએ એકવાર ફરી રસીકરણનો મહત્વ સમજાવ્યો છે.

Advertisement

Vlcsnap 2021 03 16 14H33M35S186

કોરોનાના કારણે વિશ્ર્વમાં ર6 લાખથી વધુ મૃત્યુ પામ્યા છે. કોરોના મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં ચાલી રહી છે. રસીકરણની આ પ્રક્રિયામાં ભારતે ખુબ ટુંકાગાળામાં 3 કરોડ હેલ્થ વર્કર્સ અને ફન્ટલાઇન વર્કસને રસી આપી દુનિયાભરના દેશોનું ઘ્યાન ખેચ્યું છે. અને ઝડપી રસીકરણ કરનાર વિશ્ર્વનો પ્રથમ દેશ પણ બન્યાો છે.

પીડીયુમાં દરરોજ 500 જેટલા રસીકરણ થાય છે: ડો. ત્રિવેદી

Vlcsnap 2021 03 16 14H33M01S436

રસીકરણ વિશે વધુ માહિતી લેવા માટે અબતક ચેનલે ડો. ત્રિવેદી જેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સુપ્રીટેન્ટ તરીકે ફરજ બજાવે છે. તેમની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણનું સમયપત્રક આવે છે. એમાં જન્મથી લઈને મોટી ઉંમર સુધીની રસીઓ હોય છે. આ બધી રસીઓ સિવિલ ખાતે ઉપલબ્ધ અને તેમની ટીમ દ્વારા સારી રીતે વહીવટ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે કોવિડ વેકસિનની પ્રક્રિયા ચાલુ છેજે સારી રીતે થઈ રહી છે. પીડીયુ માં 400-500 જેટલી રસીકરણ પ્રક્રિયા થાય છે. પીડીયુમાં સરેરાશ 400-500 જેટલા લોકો રસી લે છે. કોઈપણ સમસ્યા થાય તો તેના માટે પણ ટીમ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા તાત્કાલીક સારવાર મળે છે. તેમણે બધાને રસીકરણ અભિયાનમાં જોડાવવા અને સાથે જ માતા પિતા પોતાના બાળકના જન્મબાદથક્ષ રસીકરણ પ્રક્રિયા ચાલુ કરી દે તેની અપીલ કરી હતી.

રસી લીધા બાદ આડઅસર ખુબ ઓછી: ડો. રાકેશ પટેલ (અમૃતા હોિ5સ્ટલ)

Vlcsnap 2021 03 16 14H31M37S799

આ નિમિતે અબતક દ્વારા અમૃત હોસ્પિટલ ખાતે ડો. રાકેશ પટેલ પાસેથી રસીકરણ શા માટે જરુરી છે. અને વાઇરસ અને બેકટેરીયામાં શું તફાવત છે? એ વિશે વધુ માહીતી લીધી હતી. ડો. રાકેશ પટેલએ જણાવ્યું હતું? વાયરસ અને બેકટેરીયા સુક્ષ્મ જંતુઓ છે. જે બિમારીઓ ફેલાવે છે. વાયરસથી શરદી, ઉઘરસ, ઉલ્ટી, ઝાડા સ્વાઇન ફલુ, કોરોના વગેરે જેવી બિમારીઓ થાય છે. જયારે ટાઇફોડ જેવી બિમારી ખરાબ પાણીમાં રહેલા બેકટેરીયાથી થાય છે. તેમણે જણાવ્યું કે પોલીયો મુકત ભારત પાછળ પોલીયો રસીને શ્રેય આપી શકાય. વાયરસ હવા, પાણી અથવા સંપર્કથી શરીરમાં ફેલાય છે. સંક્રમીત દર્દી અથવા ખરાબ ખોરાક અને પાણીથી ફેલાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે બેકટેરીયા બે પ્રકારના હોય છે. આપણા શરીમાં સારા બેકટેરીયા પણ હોય છે. મનુષ્યના આંતરડામાં એક કિલો સારા બેકટેરીયા હોય છે જે ખરાબ બેકટેરીયા સામે લડે છે. અને બીમારીથી આપણી રક્ષા કરે છે. રસીકરણથી આપણા શરીરમાં એન્ટીબોડીઝ બનાવી દે છે. જે બિમારી સામે રક્ષા કવચનું કામ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે, રસીકરણની આડઅસર ખુબ ઓછી હોય છે જયારે ભારે બિમારીથી હેરાન થાય એવા કેસો  વધારે હોય છે. કોરોનાની રસી 60-70 ટકા અસરકારક છે. રસી બનાવી એ બહુ મોટી પ્રક્રિયા હોવા છતાં આટલી વહેલી બની ગઇ છે. તેમણે મેડીકલ સાઇન્સ અને સાઇન્ટીસે વખાણ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે રસીકરણ કોઇપણ ઉંમરે લઇ શકાય છે. રસીકરણ પત્રિકામાં અલગ અલગ દવાખાનોના મત મંતાર હોય છે તો તેમણે યુનિર્વસલ રસીકરણ પત્રીકા સ્વીકાર્ય થાય એવી ઇચ્છા વ્યકત કરી હતી. સાથે સૌને રસી મુકાવવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.