Abtak Media Google News

આર્ય સમાજના સંસ્થાપક, પ્રખર સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતીજીની આજે જન્મજયંતી છે તેઓનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના ટંકારામાં થયો હતો. નારીવાદી વિચારોથી સમૃદ્ધ દયાનંદ સરસ્વતીજી મહાનચિંતક, સમાજ-સુધારક અને દેશભકત હતા. તેઓએ સમાજમાંથી બાળ વિવાહ, સતિપ્રથા વગેરે જેવા કુરિવાજોને દૂર કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો. એટલું જ નહીં ઇ.સ. ૧૮૭૬માં તેઓએ ‘સ્વરાજ’ માટે ભારત માટે ‘ઇન્ડિયા ફોર ઇન્ડિયન્સ’ અભિયાન શરૂ કર્યુ હતું. જેને બાદમાં લોકમાન્યતિલક દ્વારા ચલાવવામાં આવ્યુ હતું. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વેદોનેજ સર્વોચ્ચ માન્યુ હતું. આ સાથે વેદોનું પ્રમાણ આપવા સાથે સમાજમાં પ્રવતેલા અનેક કુરીતિઓનો વિરોધ કરીને સમાજને સમર્થ બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.

સ્વામી દયાનંદ સરસ્વતીના અનમોલ વિચાર

  • નુકસાનને પહોંચી વળવા સૌથી વધારે જરૂરીએ છે કે તેમાંથી મળતા સબકને ભૂલવો ન જોઇએ, અને એ જ માણસને યર્થાથપણે વિજેતા બનાવે છે.
  • વ્યક્તિને આપવામાં આવેલુ સૌથી મોટું સંગીતયંત્ર અવાજ છે.
  • કોઇપણ મૂલ્યવાન વસ્તુ ત્યારે જ મૂલ્યવાન છે જયારે એ મુલ્યનું મૂલ્ય સ્વયં માટે પણ મૂલ્યવાન હોય.
  • તમે અન્યોને બદલવા માંગો છો કારણ કે તમે આઝાદ રહી શકો પરંતુ આ નિયમ કયારેય એ રીતે કામ નથી કરતો. અન્યોને સ્વીકાર કરવાથી જ આપણે મુકત રહી શકીએ છીએ.
  • ગીત વ્યક્તિના મર્મનું આહવાન કરવામાં મદદ કરે છે અને ગીત વિના મર્મને સ્પર્શધો મુશ્કેલ છે.
  • જો તમારા પર હમેશા આંગળી ચીંધવામાં આવે તો આપ ભાવનાત્મક રીતે વધુ સમય સુધી ટકી શકો તેમ નથી.
  • પ્રાર્થનાનું દરેક સ્વરૂપ પ્રભાવી છે. કારણ કે આ એક ક્રિયા છે તેથી તેનું પરિણામ અવશ્ય મળે જ છે. આ બ્રહ્માંડનો નિયમ છે. જેમાં આપણે ખુદ સામેલ જ છીએ.
  • જે હમેશા સત્ય બોલે છે. તે જ સજજન અને બુધ્ધિમાન છે. ધર્મ અનુસાર કામ કરે છે. અને અન્યોને ઉતમ અને પ્રસન્ન બનાવવાનો પ્રયાસ કરે છે.
  • વર્તમાન જીવનનું કાર્ય અંધ વિશ્ર્વાસ પર સંપૂર્ણ વિશ્ર્વાસથી વધારે મહત્વપૂર્ણ છે.
  • ધન એક વસ્તુ છે જે ઇમાનદારી અને ન્યાયથી કમાવુ જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.