Abtak Media Google News
  • એનએસયુઆઇ, સીવાયએસએસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર રજુઆત કરી મેઇન બિલ્ડીંગનો ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો: કુલપતિ ઉપર નકલી નોટોનો વરસાદ કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા પૈકી ગત તા. 15/04/2024 થી શરૂ થયેલ બી.સી.એ. સેમ. -4 ની પરીક્ષાનાં સમય અગાઉ જ વોટ્સએપ મારફતે 25 માર્કના પ્રશ્નો વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રૂપ માં વાયરલ થતાં, જેનો ઘટસ્ફોટ જ થયેલ. આમ, આ સમગ્ર ઘટના પેપર લીક ની હોવાનું માલૂમ પડે છે, ત્યારે આ ઘટનાને આજે 11 દિવસ ઉપર થયા હોવા છતાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા હજુ સુધી માત્ર તપાસ કમીટી  બનાવીને, યુનિવર્સિટી પોતાની જવાબદારીમાંથી મુક્ત થય ગયેલ હોય. તેવું માની આ બાબતે પોલીસ ફરીયાદ કરેલ નથી કે કોઇ ઠોસ પગલાં લેવામાં આવેલ નથી.

Advertisement
Rajkot : Urgent Action On Bba-4 Paper Leak: Student Association
Rajkot : Urgent action on BBA-4 paper leak: Student Association

ત્યારે આ બી.સી.એ. સેમ – 4 ના વિધ્યાર્થીઓ અસમંજસમાં છે કે, તેમની લેવામા આવેલ પરિક્ષા જ માન્ય રહેશે કે આગામી દિવસોમા રદ થઇને, ફરીથી લેવામાં આવશે. તે માટે ગજઞઈં અને ઈઢજજ દ્વારા ગત શુક્રવારના રેજ યુનિવર્સિટી ખાતે વિરોધ કરીને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યા બાદ, આજે કુલપતિ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.