Abtak Media Google News

આજે એટલે કે 28 ડિસેમ્બરે ભારતના 2 મોટા ઉદ્યોગપતિઓનો જન્મદિવસ છે. રતન ટાટા 86 વર્ષના થઈ ગયા છે, જ્યારે રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની 91મી જન્મજયંતિ છે. ધીરુભાઈએ કપડાંના વ્યવસાયમાંથી એક કંપની બનાવી જે ઊર્જા, છૂટક, મીડિયા-મનોરંજન અને ડિજિટલ સેવાઓમાં વિસ્તરી છે. આ કંપની સવારના નાસ્તાથી લઈને મોડી રાત સુધી જોવા સુધીના જીવનનો એક ભાગ છે. રતન ટાટાએ તેમને સોંપેલ વારસાને નવા સ્તરે લઈ ગયા છે. તેણે એર ઈન્ડિયાને પોતાના સામ્રાજ્યમાં સામેલ કરી છે. વિદેશી કંપનીએ ફોર્ડની લક્ઝરી કાર બ્રાન્ડ લેન્ડ રોવર અને જગુઆરને પણ તેના પોર્ટફોલિયોમાં ઉમેર્યા છે.

ખેતી એ ચોક્કસ ભારતનો આત્મા છે અને તેના પર હજારો પરિવારો અને મૂંગા જીવો નભે છે, પરંતુ ઔદ્યોગિક વિકાસ વિના પણ કોઈ દેશની આર્તિક વ્યવસ્થા મજબૂત થતી નથી અને વિશ્વ સામે ટકી રહેવા આપણે દેશમાં જ ઉદ્યોગોનો વિકાસ થાય તે અનિવાર્ય છે. શિક્ષિતવર્ગ માટે રોજગારી નિર્મિત કરવાની સાથે વૈશ્વિક સંબંધો બાંધવામાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. આપણને ઉદ્યોગપતિઓની સંપત્તિ અને વૈભવી જીવનશૈલી દેખાય છે, પરંતુ અહીં સુધી પહોંચવા તેમણે કરેલો સંઘર્ષ, ઔદ્યોગિક જગતમા તેમણે લાવેલી ક્રાંતિ વિશે આપણે અજાણ હોઈએ છીએ. આવી ક્રાંતિ લાવી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર દેશના બે અત્યંત સન્માનીય ઉદ્યોગપતિ રતન ટાટા અને ધીરુભાઈ અંબાણીનો આજે જન્મદિવસ છે.

ધીરુભાઈ અંબાણી 

ગુજરાતના નાનકડા ગામ ચોરવાડની બાજુમા આવેલા કુકસવાડામાં જન્મેલા ધીરુભાઈ અંબાણીએ સામાન્ય એવી નોકરીથી શરૂઆત કરી રિલાયન્સ જેવી મોટી કંપની ઊભી કરી. આ પાછળ તેની જે ફિલોસોફી હતી તે એ હતી કે જે સ્વપ્ન જોવાની હિંમત કરે છે તે વિશ્વને જીતી શકે છે. જો તમે તમારા સપના પૂરા નહીં કરો, તો કોઈ અન્ય તમને તેમના સપના પૂરા કરવા માટે કામ પર રાખશે. સાવ સામન્ય એવા વણિક પરિવારમાં જન્મેલા ધીરુબાઈ એમ માનતા કે ગરીબ જન્મવું એ તારો વાંક નથી; પણ ગરીબ મરવું એ તમારી ભૂલ હોઈ શકે. ધંધાનું બીજું નામ જોખમ હોય છે. તમે ગમે તેટલું વિચારીને કે પ્લાનિંગ સાથે કરો સફળતા મળશે કે ઊંધે કાંધ પડશો તેની કોઈ ગેરંટી હોતી નથી. આથી ધીરુભાઈ માનતા હતા કે જોખમ લો અને મોટું વિચારી તેનો અમલ કરો.

રતન ટાટા

જ્યારે સપન્ન પારસી કુટુંબમાં જન્મેલા રતન ટાટા હંમેશાં જેને અશક્ય માનવામાં આવે તેને શક્ય કરવામાં માને છે. ઉદ્યોગજગતમાં માનવીય અભિગમ સાથે અને સમાજસેવાનીભાવના સાથે કામ કરવા માટે જાણીતા રતન ટાટા કહે છે કે કંપનીના મિશન અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓને સમજવા માટે ફેક્ટરી વર્કરની જેમ કામ કરો. લોકોએ તમારા પર ફેંકેલા પથ્થરોમાંથી જ તમે એક સ્મારક બનાવો. જો તમારે ઝડપથી ચાલવું હોય, તો એકલા ચાલો; પરંતુ જો તમે દૂર ચાલવા માંગતા હો, તો દરેકને તમારી સાથે લઈને ચાલો તેમ રતન ટાટા માનને છે. તેમના ઉચ્ચ વિચારો વારંવાર સોશિયલ મીડિયા પર ક્વોટ તરીકે ફ્લેશ થતા હોય છે. 86 વર્ષના રતન ટાટા હજુ પણ તાજગીભર્યા લાગે છે. દેશના યુવાનો આજેપણ તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તેમના વીડિયો લાખોની સંખ્યામાં જોવાતા હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.