Abtak Media Google News

મધ્યપ્રદેશના ગુનામાં  ડમ્પર સાથે અથડાયા બાદ પેસેન્જર બસમાં આગ લાગી હતી. જેમાં 13 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 મૃતદેહો બળીને એકબીજા સાથે ચોંટી ગયા હતા. પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી છે. લગભગ 16 લોકો દાઝી ગયા છે, તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગમખ્વાર અકસ્માત બાદ બસ પલ્ટી ગઇ: વિકરાળ આગથી 13 લોકો દાઝયા: બચાવ રાહત ટીમ દ્વારા કામગીરી હાથ ધરાય

બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ આ અકસ્માતથયો હતો. બસ ગુનાથી હારોન તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી. અથડામણ થતાં જ બસ પલટી ગઈ અને આગની લપેટમાં આવી ગઈ. બેથી અઢી કલાકની જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો હતો. ગુના એસપી વિજય કુમાર ખત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ 30 મુસાફરો હતા.

બસમાં આગ લાગવાની ઘટના બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસકર્મીઓ તેનું સમારકામ કરતા જોવા મળ્યા હતા.

દુર્ઘટનાની વિકરાળતા એ વાત પરથી સમજી શકાય છે કે મૃતદેહ ઉપાડતી વખતે પણ અંગો પડી રહ્યા હતા. કુલ 13 મૃતદેહ મળી આવ્યા હતા. બસની અંદરથી જે નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા તેમાંથી સાત એકબીજા સાથે ચોંટી ગયા હતા. બહાર કાઢતી વખતે ફાયરના કર્મચારીઓના પણ હાથ ધ્રૂજતા હતા. મૃતદેહ એવી રીતે સળગી ગયા હતા કે પરિવારના લોકો પણ તેમને ઓળખી ન શકે.

પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે ડ્રાઈવર ડમ્પરને ખીણમાં ન્યુટ્રલ ગિયર કરીને ઢાળ ઉતારી રહ્યો હતો. દરમિયાન સ્ટિયરિંગ અને બ્રેક્સ જામ થઈ ગયા હતા અને ડમ્પર સીધું બસ સાથે અથડાયું હતું. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. SDERFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.