Abtak Media Google News

શરદ સંપાત ખગોળીય ઘટનાનો લાભ લેવા જાથાની અપીલ

અબતક-રાજકોટ

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદ બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની ર1 મીએ દિવસ અને રા ત સરખા હોવાનો અનુભવ કર્યો હતો અને તા. ર1 મી જુને લાંબામાં લાંબો દિવસનો અહેસાસ કર્યા પછી આજે શરદ સંપાતના કારણે દિવસ અને રા ત સરખા હોવાનો અદ્ભૂત અનુભવ માણવા મળશે. 1ર કલાકનો દિવસ અને 1ર કલાકની રા ત્રી બુધવારે જોવા મળશે. આ ખગોળીય ઘટના વસંત સંપાત પછી શરદ સંપાત ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે.જાથાના રા જ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આજના દિવસને શરદસંપાત તરીકે ઓળખાય છે.

રા જકોટમાં સૂર્યોદય સવારે 6 કલાક ને 36 મિનિટ અને સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 40 એટલે દિવસ 1ર કલાક ને 04 મિનિટનો રહેશે. વધુમાં પંડયાએ જણાવ્યું કે પૃથ્વી પોતાની ધરી આસપાસ ર3.પ અંશે નમેલી-ઝુકેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષ્ાિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. 36પ દિવસમાં દિવસ-રા ત સરખા બે વખત અને લાંબો દિવસ અને રા ત લાંબી બાદ રા ત્રી ટૂંકી અને દિવસ ટૂંકાનો અનુભવ ખગોળીય ઘટનાના કારણે જોવા મળે છે જેમાં સંપાતની મહત્વની ભૂમિકા છે. બુધવારે દિવસ-રા ત સરખાની ખગોળીય ઘટના બનવાની છે.  અંતમાં સામાન્ય મિનિટના તફાવત વચ્ચે 1ર-1ર કલાકનો દિવસ-રા ત સરખાની ખગોળીય ઘટના બનવાની છે તેનો અનુભવ કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.