Abtak Media Google News

જગદંબા હણશે કાળમૂખા કોરોનાને

આજથી ૨૦૭૭નો પ્રારંભ: શાર્વરી-ગુડીપડવો- ચેટીચંડનો પ્રારંભ: આઠમે યજ્ઞમાં શ્રીફળ હોમ્યા બાદ ઉપદ્રવ થશે દૂર: ઘેર બેઠા લોકો શ્રૃંગાર આરતીના કરશે દર્શન

ચૈત્રસુદ એકમ એટલે ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આજથી જગ-જનની ર્માં આદ્યશકિતની ઉપાસનાનો પ્રારંભ થશે. સંવત્સર ૨૦૭૭નાપ્રારંભ સાથે ર્માં દુર્ગા નૌકા પર સવાર થઈ આવશે નવરાત્રીનાં નવ દિવસ તન-મન અને વિચારોની શુધ્ધિ સાથે માતાજીનું પૂજન અર્ચન કરવાથી સર્વસિધ્ધિની પ્રાપ્તી થાય છે.

વર્તમાન સમયમાં નજર કરીએ તો સમગ્ર વિશ્ર્વમાં કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીએ ઉપદ્રવ મચાવ્યો છે. આવી સંકટની ઘડીમાં લોકોને તેમની ધાર્મિક લાગણી અને આસ્થા મહામુસીબતનો સામનો કરવાની શકિત આપશે કહેવાય છે કે એક સાથે મળીને કરેલી પ્રાર્થના ભગવાન ઝડપથી સ્વીકારે છે. ભારતવર્ષનાં તમામ લોકોએ ચૈત્રીનવરાત્રીનાં પાવન દિવસોમાં મહામારી સામે ઝઝૂમનારઅને સંક્રમણની સ્થિતિ વધુના ફેલાય તેના માટે પ્રાર્થના પૂજન અર્ચના કરશે.

લોકહિત અને રક્ષા માટે ભારતવર્ષનાં તમામ ધાર્મિક સ્થળોએ દર્શનાર્થીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના અનુસંધાને ટીવી ચેનલોનાં માધ્યમથી લોકો ઘટસ્થાપન, આરતી, મહાપૂજા અને શૃંગાર સહિતના લાઈવ દર્શન કરી શકશે વડાપ્રધાનની અપીલને સમર્થન આપવા માઈ ભકતો સતત નવ દિવસ ઘરના મંદિરમાં મૂર્તિ સાથે કળશ સ્થાપિત કરી ધૂપદીપ અને નેવેદ્ય ધરી વિધિ વિધાનથી માતાની આરાધના કરશે. ભારત વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વખત શકિતધામો માઈ ભકતો માટે બંધ રહેશે. માત્ર મૂખ્ય પુજારી દ્વારા નવદિવસ શૃંગાર આરતી સહિતની પૂજન વિધિ થશે. લોકો ઘેર બેઠા લાઈવ અલગ અલગક સ્થળોએથી માતાજીના દર્શન કરી શકશે. મહામારીના સંકટને નાથવા ચૈત્રી નવરાત્રીનાં નવદિવસ જ નહી પરંતુ લોકડાઉનના ૨૧ દિવસ સુધીજગત જનનીને રીંઝવી કાળમુખા કોરોનાનો નાશ કરીએ.

માનવતાની ઉપાસના કરનારાઓને ર્માં શકિત આપે: પી.એમ. મોદી

5646

ભારત વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીનાં શુભ દિવસોમાં શકિતધામો સુમસામ બન્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની જનતાને ઘેર બેઠા પૂજા પાઠ કરવાનું સૂચવીચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતુ કે હું વર્ષોથી માતાની આરાધના કરતો રહ્યું છે. દેશ ઉપર આવેલી સંકટની ઘડીમાં જે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેવા નર્સિસ, ડોકટર્સ, મિડિયા, પોલીસ સહિતના તમામ સેવકોને હું મારી આ સિધ્ધિ સમર્પિત કરૂ છું માનવતાની ઉપાસના કરનારાઓને ર્માં શકિત આપે તેમ પીએમે શુભકામના પાઠવતા જણાવ્યું હતુ. મહિસાસુર, ચંડમુંડ અને દંડાસૂર જેવા અસુરોનો વધ કરનારી હે જગદંબા હાલના સંજોગોમાં પૃથ્વી ઉપર કોરોના નામના રાક્ષસે હાહાકાર મચાવ્યો છે. ભારત વર્ષનાં મંદિરો પણ સાવચેતીનાં પગલા રૂપે બંધ કરાયા છે. હે… માં નવરાત્રીની શુભ શરૂઆત થઈ રહી છે. ત્યારે વહેલામાં વહેલીત કે આ કાળમૂખા કોરોના રાક્ષસનો નાશ કરો એવી સમગ ભારતવર્ષની આપને પ્રાર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.