Abtak Media Google News

અનંત, વાસુકી, શંખ, પદમનાભ, કેઠબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક તથા પીંગલ આ નવકુળ નાગના નામો બોલી પ્રાર્થના કરવાથી નાગદોષમાં રાહત મળે છે

કાલે રાંધણ છઠ્ઠ: આ દિવસે વિવિધ પ્રકારના ભોજન રાંધવા અને તે બીજા દિવસે એટલે કે શિતળા સાતમે ગ્રહણ કરવાની અદભુત પરંપરા

Advertisement

રાજકુમાર કોલેજના પટાંગણમાં આવેલ 1પ0 વર્ષ જુનુ નાગદેવતાનું મંદિર ભાવીકોનું આસ્થા કેન્દ્ર

આજે શ્રાવણ વદ-પ ને શુક્રવાર એટલે નાગ પંચમી છે. ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ઉજવાતા 6 દિવસીય ઉજવાતા જન્માષ્ટમી પર્વનો પ્રારંભ બોળચોથ, નાગરપંચમી, રાંધણ છઠ્ઠ, શિતળા સાતમ, ગોકુળ આઠમ, (કૃષ્ણ જન્મોત્સવ) અને નોમ આમ છ દિવસના પર્વની ભકિતભાવ  શ્રઘ્ધા અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે.

નાગપાંચમ વિષે આપણા ગ્રંથોમાં ખુબ જ આલેખાયું છે. અને તેમાં પણ ખુબ જ પ્રસિઘ્ધ વાત કે જયારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યુ તેમાં વાસુકી નાગનો નેતરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે અમુક માન્યતાઓ મુજબ આપણી સંસ્કૃતિમાં એ પહેલઇા પણ નાગનું પુજન કરવામાં આવતું હતું.

આજે સવારથી જ શહેર-ગામોના નાગદેવતાના મંદિરોમાં ભકતોએ નાગદેવતાનું પુજન અર્ચન તેમજ ઘરના પાણીઆરે દિવો કરી બાજરાના લોટની કુલેર, શ્રીફળ વગેરેનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે.

આ પુજન વેળાએ નવ કુળનાગદેવતાને પ્રાર્થના કરી આશિર્વાદ લેવામાં આવે છે અને જયોતિષીઓના મત મુજબ નાગપાંચમના દિવસે નાગદેવતાનું શ્રઘ્ધાપૂર્વક

પુજન કરવામાં આવે તો જન્મ કુંડળીમાં જો નાગદોષ હોય તો તેમાં રાહત મળે છે.

શ્રાવણવદ છઠ્ઠને શનિવાર આવતીકાલે રાંધણ છઠ્ઠ છે. શ્રાવણ મહીનો એટલે તહેવારોનો મહીનો અને તેમાં પણ જન્માષ્ટમી, રાંધણ છઠ્ઠનો આવતીકાલે છે. આ તહેવારમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ટાન સહીતની વાનગીઓ રસોઇ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નિભાવશે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે

રસોઇ બનાવતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસે બધી રસોઇ બનાવે છે.

ચુલાનું પુજન:- રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઇ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, કંકુ, ચોખા, ચંદન, અબીલ, ગુલાલથી પુજન કરવું

જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતાદેવતા સૂર્ય છે.

સૂર્યમાં અગ્નિ તત્વ રહેલ છે. રસોઇમાં પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને

રસોઇ ઘરમાં માતાજી અન્નપુર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠનું મહતવ વધારે છે.

રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ લાગે છે. અત્યારના જમાનામાં બધાના ઘરે ગેસના ચુલા આવી ગયેલા છે પરંતુ તેનું પુજન પણ કરી શકાય છે તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોશી ની યાદી જણાવે છે.

 

ચુલો ઠારવાનું મુહુર્ત:- રાત્રે

7.6 થી 8.32 સુધી તથા

રાત્રે 9.57 થી 11.23 સુધી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.