Abtak Media Google News

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના ડ્રોપ આઉટ પછી ઉભી થયેલી પરિસ્થિતિમાંથી ભારતની ભૂમિકાનું મહત્વ જગત જમાદારને સમજાયું

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ ડ્રોપ આઉટ લીધા બાદ રેઢા પટ જેવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સમગ્ર વિશ્ર્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. આંતરી વ્યૂહમાં ઢસડાઇ ગયેલા અફઘાનિસ્તાન અને ચીનના સામ્રાજ્યવાદને લઇને ચિંતિત અમેરિકા અને ભારત વચ્ચે મંત્રણાઓનો દોર શરૂ ચુક્યો છે. આજે ચોથા તબક્કાની મંત્રણાની ભાગરૂપે અમેરિકાની સેક્રેટરીની ભારત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

આજે અમેરિકાના સેક્રેટરી એટ્રોની બ્લીકંનના રૂપમાં અમેરિકાના ત્રીજા પ્રતિનિધિએ ભારતની સત્તાવાર મુલાકાત લીધી છે. અગાઉ સરંક્ષણ સચિવ લોઉડ ઓસ્ટીન અને જોન કેરીએ ભારતની મુલાકાત લીધી હતી. આજે એટ્રોની બ્લીકંન ભારતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અને વડાપ્રધાન સહિતના પદાધિકારીઓને મળશે. ભારત-અમેરિકાની સચિવ કક્ષાની આ મંત્રણાના દોરમાં મુખ્યત્વે અફઘાનિસ્તાન અને ચીનનો મુદ્ો ચર્ચામાં રહેશે. અમેરિકાને વિશ્ર્વાસ છે કે ભારત અફઘાનિસ્તાનમાં મહત્વનું ભૂમિકા નિભાવવા સક્ષમ છે. સાથેસાથે ભારતને અમેરિકા 20 બિલીયન ડોલરના શસ્ત્રો આપવાની દિશામાં પણ ચર્ચા થશે.

અફઘાનિસ્તાનમાં તાલીબાનોના છૂટા દોરમાં નાપાક આતંકવાદીઓ વધુ જોરમાં આવશે તેની સિધ્ધી અસર ભારતને થશે. અમેરિકાના અફઘાનિસ્તાનના ડ્રોપ આઉટ, પેગાસસ, જાસૂસી કાંડ અને ચીનના સામ્રાજ્યવાદને લઇને અમેરિકા અને ભારત વચ્ચે ગહન ચર્ચા થશે. અમેરિકાના સેક્રેટરી વડાપ્રધાન સહિતના પદાધિકારીઓ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.