Abtak Media Google News

શું તમે રક્તદાન કરો છો ? જો હા, તો આજે તમારા માટે એક ખાસ દિવસ છે. દર વર્ષે ૧૪ જૂન તે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવામાં આવે છે. ત્યારે સલામત લોહીની આવશ્યક્તા તે સાર્વત્રિક છે. સલામત લોહી તે દર્દીઓને અનેક લાભ આપી શકે છે અને તેના કારણે સમાજને અનેક લાભ થાય છે. ત્યારે આજની તારીખ તે ખૂબ મહત્વની તારીખ માનવામાં કારણ આજે વિશ્વ રક્તદાતા દિવસ છે.

ત્યારે વિશ્વ રક્તદાતા દિવસ શું કામ ઉજવાય છે ?

દર વર્ષે ૧૪ જૂન, ૧૮૬૮ ના રોજ કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મજયંતિ પર જે એક ખૂબ વિખ્યાત વૈજ્ઞાનિક હતા જેમને પોતાની શોધ એબીઓ બ્લડ સિસ્ટમની કરી હતી તેમને આ શોધ માટે નોબલ પુરસ્કાર મેળવ્યો હતો. વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સલામત રક્તદાનની જરૂરિયાતને સ્વૈચ્છિક અને અવેતન રૂપે જાહેર જનતા જાગૃત કરવાના હેતુ સાથે “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ” દ્વારા ૧૪ જૂન, ૨૦૦૪ ના રોજ આ ઇવેન્ટની પહેલી શરૂઆત અને સ્થાપના કરવામાં આવી હતી. મે 2005 માં, ડબ્લ્યુએચઓએ તેના ૧૯૨ સભ્ય દેશો સાથે સત્તાવાર રીતે સ્થાપના કરી.

આ વિશ્વ રક્તદાતા દિવસની થીમ શું છે ? 

દર વર્ષે અલગ-અલગ થીમ પર આ દિવસ ઉજવણી કરવામાં ત્યારે વર્ષ ૨૦૨૦માં “સુરક્ષિત લોહી સુરક્ષિત જીવન”ના સ્લોગન પર આ દિવસની થીમ રાખવામા આવી છે. આ સ્લોગન તે લોહીની સુરક્ષિતા સાથે જીવનની સુરક્ષિતા તે કેટલી અગત્યની છે તે લોકોને સમજાવે છે.

આ દિવસની ઉજવણી પાછળ મુખ્ય ઉદેશ્ય ? 

  • લોકોમાં રક્તદાનની ક્રિયાથી સમગ્ર સમાજને ફાયદો થાય છે તે જાગૃતિ લાવવા માટે.
  • રક્તદાન કરનાર વ્યક્તિઓનો આભાર માનવા અને જેમણે હજી સુધી દાન નથી કર્યું તેમને પ્રોત્સાહિત કરવા વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરવું.
  • લોકોમાં મફતમાં રક્તદાન કરતાં રહેવું તેની જાગૃતિ ફેલાવા માટેનો દિવસ.
  • રક્તદાનથી સમાજમાં થતાં વિવિધ ફાયદાને લોકોને સમજાવા અને  તેને રક્તદાન કરાવતા થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન આ દિવસે કરવામાં આવે છે.

તો તમે પણ આ વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે સમાજના હિત માટે એક પ્રણ લ્યો અને સમય અંતરે રક્તદાન કરો. તેની સાથે લોકોમાં પણ આ દિવસની જાગૃતિ ફેલાવી તે પણ રક્તદાનનો અને રક્તદાતાનો મહિમા દર્શાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.