Abtak Media Google News

ખેતીનો વ્યવસાય બાર હજાર વર્ષ પહેલા શરૂ થયો હતો: પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંઘના જન્મદિવસ અવસરે આ દિવસ દેશમાં 2001થી ઉજવાય છે

આપણા દેશનું ખૂબ જ પ્રખ્યાત સૂત્ર ‘જય જવાન જય કિશાન’ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતો માટે આપ્યું હતું. આજનો દિવસ ખેડૂતો અને તેમની સમસ્યાઓ પર અને તેના જીવનમાં સુધારો લાવવાના પ્રયાસના ભાગરૂપે આપણા દેશમાં આજનો દિવસ ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ તરીકે ઉજવાય છે.

આપણા દેશની મુખ્યત્વે એવા ગામોની વસ્તી છે. જેમાં મોટાભાગની વસ્તી ખેડૂતો છે જેનો આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. દરેક માણસ કરોડરજ્જુ વગર ઉભો રહી શકતો નથી તેમ ભારતના આર્થિક વિકાસમાં ખેડૂત દેશની કરોડરજ્જુ મનાય છે. કિસાન કે ખેડૂત એક કૃષિ વૈજ્ઞાનિક પણ છે. આજે દેશના નાનકડા ગામડાઓ ખેડૂતના કૃષિ વ્યવસાયને કારણે જ ચાલી રહ્યા છે.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તેથી તે બાબતે સક્રિય કાર્ય કરતો ખેડૂત તેનું અભિન્ન અંગ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેના લાભાર્થે હાલ અમલમાં છે. શિક્ષણની સાથે સમાજના ખેડૂતોને પણ સશક્ત કરવાના કાર્યને વેગ આપવા આજનો દિવસ મહત્વનો છે.

માનવ જીવન હવા, પાણીને ખોરાક વગર સંભવ નથી. જેમાં અન્ન ઉત્પાદન કરતો ખેડૂત માનવ જીવન સાથે સક્રિય રીતે જોડાયેલ છે. શિયાળુ અને ઉનાળું પાક સાથે ખાદ્ય પદાર્થોમાં ઉગાડેલા ખોરાક, કઠોળ વિગેરેથી જ માનવ જીવન ટકી રહ્યું છે. વિશ્ર્વભરમાં ખેડૂત દિવસ અલગ-અલગ રીતે ઉજવાય છે ત્યારે દુનિયામાં સૌથી મોટી વસ્તી આ ક્ષેત્રે કાર્યરત આપણાં દેશમાં છે.

આજે આપણા દેશની અડધાથી વધુ વસ્તી કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. તેથી તેને પડતી મુશ્કેલીઓમાં આપણે સૌએ મદદ કરવી જરૂરી છે. ભારતના અર્થતંત્રમાં તેમનું વિશેષ યોગદાન છે. આજના યુગમાં કૃષિ વૈજ્ઞાનિકોનું યોગદાન, ખેડૂતોની સમસ્યા, ખેતીમાં નવા પ્રયોગો, નવી ટેકનોલોજી, પાકની પધ્ધતિ અને ખેતીમાં થતા ફેરફાર જેવા અનેક મુદ્ા પર આપણે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. આ પરત્વેની જાગૃતિ માટે આજનો દિવસ ઉજવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.