Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

વ્યાવસાયિક લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ બની શકે છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં આજે તમને ખાસ સફળતા મળશે. દિવસ દરમિયાન લાભની તકો રહેશે. સક્રિય રહો, સખત મહેનત કરો. આજે પરિવારમાં લોકો વચ્ચે પરસ્પર સહયોગ રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવાની જરૂર છે. બદલાતા હવામાનને કારણે આરોગ્ય બગડી શકે છે. ભોજનમાં જરા પણ બેદરકાર ના રહેશો. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. ઉતાવળમાં થોડી ભૂલ થઈ શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો.

વૃષભ રાશિફળ (Taurus):

આજે તમને લાભ મળશે અને તમને દરેક કામમાં સફળતા મળશે. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને સારા વર્તનથી તમે સમસ્યાઓનું નિવારણ લાવશો. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ પ્રયાસ કરી રહ્યાં છો તે મેળવી શકો છો. આજે તમારી રાશિમાં શુભ યોગની રચના થઈ રહી છે. મોડી સાંજ સુધીમાં લાંબા સમયથી બાકી રહેલી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય છે.

મિથુન રાશિફળ (Gemini):

આજે તમારી રાશિના જાતકો માટે સામાન્ય દિવસ છે. જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ કામ કરી રહ્યા છો તો ફાયદાકારક રહેશે. રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજની સુવર્ણ તક છે. કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડશે. જે લોકો કોઈ પ્રકારનાં સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે.

કર્ક રાશિફળ (Cancer):

આજનો દિવસ તમારી રાશિના જાતકો માટે થોડો સાવધાન રહેવાનો છે. એકબીજા સાથેની ક્રિયા-પ્રતિક્રિયામાં સાવચેત રહો. આજુબાજુના લોકો સાથેનો મુકાબલો ટાળો જે વધુ સારું રહેશે. આ દિવસે તમારા કુટુંબમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે અને શરૂઆત થઈ શકે છે. આજનો દિવસ તમને લાભ આપવા જઈ રહ્યો છે અને આજે તમારું મન નવી યોજનાઓમાં વ્યસ્ત રહેશે. આજે પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવા માટે કોઈ યોજના બનાવી શકાય છે. પરંતુ, કોરોનાના નિયમોની અવગણના ના કરો. કાયદાકીય વિવાદમાં સફળતાના કારણે ખુશી થશે

સિંહ રાશિફળ (Leo):

તમારી રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત બની શકે છે. આજે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે અને તમે દાન આપવાનું વિચારી શકો છો. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારી આવડતની સામે નહીં ટકે અને તમે સફળતાપૂર્વક તમારું કાર્ય પૂર્ણ કરશો.

કન્યા રાશિફળ (Virgo):

આજનો દિવસ તમારા માટે લાભકારક સાબિત થવાનો છે અને આજે તમારી બધી સમસ્યાઓ ઉકેલાશે. નવા પ્રોજેક્ટ પર કામ આજથી શરૂ થઈ શકે છે. સંપત્તિના મામલે પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. આજનો દિવસ તમારા માટે શુભ દિવસ છે અને આજે તમને સફળતા મળશે. તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો આજે તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થઈ શકે છે.

તુલા રાશિફળ (Libra):

લાગણીઓની અસર તમારા પર વધતી જણાઈ રહી છે. નિર્ણયો લીધા પછી કઈ દિશામાં પ્રયાસ કરવો અને જીવનને કેવી રીતે સંતુલિત કરવું તે નક્કી કરવું મુશ્કેલ બનશે. તમે બીજા લોકોની અપેક્ષાઓની સાથે સાથે તમારી પોતાની અપેક્ષાઓને પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. દરેક વસ્તુને સંતુલિત કરવાનો પ્રયાસ કરવાથી વર્તમાન સમયમાં થોડો તણાવ પેદા થઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં પરિસ્થિતિ સરળ રહેશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

આવા લોકોના પ્રોજેક્ટ્સ આજે સફળ થશે અને આજનો દિવસ ખૂબ રચનાત્મક રહેશે. તમને આજે સૌથી વધુ ગમતું કામ કરવા મળશે. ધ્યાન રાખો, કોઇ નજીકના વ્યક્તિ જ ઈર્ષ્યાની ભાવનાઓથી તમારા વિરૂદ્ધ કોઇ ષડયંત્ર બનાવી શકે છે. પરિસ્થિતિઓને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલો તો સારું રહેશે. ઈગો જેવી સ્થિતિ તમારી અંદર આવવા દેશો નહીં.

ધન રાશિફળ (Sagittarius):

આજનો દિવસ તમારી રાશિના જાતકો માટે વિશેષ દિવસ બની રહ્યો છે. જો તમે વ્યવસાયની બાબતમાં થોડું જોખમ લેશો તો મોટા નફાની અપેક્ષા છે. આજે તમારા પરિવારમાં સમૃદ્ધિ મળશે અને ભાગ્ય પણ તમને સાથ આપશે. કેટલાકને પોતાના માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.

મકર રાશિફળ (Capricorn):

આજે તમારું અધૂરું કામ પૂર્ણ થશે અને તમે આગળના કાર્યક્રમ કરી શકશો. ઓફિસમાં તમારા વિચારો અનુસાર વાતાવરણ બનશે. છેલ્લાં થોડા સમયથી કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરશે. બાળકોના કરિયર કે શિક્ષાને લગતી કોઇ ચિંતાથી રાહત મળશે.

કુંભ રાશિફળ (Aquarius):

કાર્યક્ષેત્રમાં તમને વિશેષ માન મળી શકે છે. તમારી ખ્યાતિ વધશે અને સમાજમાં તમને સન્માન મળશે. થોડા રાજકારણ સાથે જોડાયેલાં લોકો સાથે સંપર્ક વધારે સારા રહેશે. તમારી લોકપ્રિયતા પણ વધશે. સમાજસેવી કાર્યોમાં તમારું નિસ્વાર્થ યોગદાન તમારી પ્રતિષ્ઠાને વધારશે. આર્થિક યોજનાઓ પણ સરળતાથી પૂર્ણ થશે.

મીન રાશિફળ (Pisces):

મનમાં ઊભા થતાં વિચાર અને ભાવનાઓમાં સંતુલન જાળવી રાખવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. લોકો સાથે જોડાયેલાં રહેવાના કારણે પરિસ્થિતિના દરેક સ્તર અંગે ધ્યાન આપવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. નવી વાતો શીખતી સમયે વિચારોને ખુલ્લા રાખીને અન્ય લોકોની દૃષ્ટિએ સમજવાની કોશિશ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.