Abtak Media Google News

તા. ૧૧.૧૧.૨૦૨૩ શનિવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ  તેરસ, ચિત્રા, નક્ષત્ર,  પ્રીતિ યોગ, વિષ્ટિ  ગર   કરણ આજે બપોરે ૧.૦૧ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ)  ત્યારબાદ તુલા (ર,ત)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં  વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)  :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.

સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.

તુલા (ર,ત) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

— વૃશ્ચિક રાશિ અને લગ્ન ના તેમની સાથે બનેલી બાબતો ભૂલી શકતા નથી

વૃશ્ચિક રાશિ અને લગ્ન ના મિત્રો થોડા ઉતાવળા હોય છે અને વાતનો છેડો તરફ ફાડતા હોય છે વળી તેઓ તેમની સાથે બનેલી બાબતો ભૂલી શકતા નથી અને કોઈને માફ કરવું તેમના માટે મુશ્કેલ હોય છે.જે મિત્રો ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હોય છે કે અંતિમમાર્ગ અપનાવતા હોય છે તેમાં વૃશ્ચિક નો વિશેષ પ્રભાવ જોવા મળે છે જયારે ધન રાશિ અને લગ્નના મિત્રો જ્ઞાનપિપાસુ હોય છે તેમનામાં શીખવાની ધગશ હોય છે વળી કઈને કઈ કૌશલ્ય ધરાવતા હોય છે પણ લાગણી વ્યક્ત કરવામાં અઘરા હોય છે જયારે મકર લગ્ન કે મકર રાશિ સતત કેરીઅરનું ચિંતન આપે છે વળી ઘર પરિવારની કે અંગત લોકોની ચિંતા લઈને ફરતા હોય છે ઉદ્યમી હોય છે અને વધુ મહેનતે પણ પરિણામ લાવતા હોય છે જયારે કુંભ રાશિ થોડી ઊંડી રાશિ છે અને ક્યારે શું આપશે તે નક્કી કરવું મુશ્કેલ બને છે મિત્રો તરીકે સારા હોય છે અને સહાય કરનારા હોય છે પરંતુ તેમના મનમાં વાત બેસવી જોઈએ! ક્યારેક સંગતદોષ થાય તો ખોટા પગલાં લેતા હોય છે જયારે મીન રાશિ ના કહી શકાય તેવી સંવેદનાઓ લઇ ને બેઠેલી રાશિ છે પરંતુ આ લોકો પોતાનું લક્ષ્ય બરાબર જોઈ શકતા હોય છે અને કોઠાસૂઝથી આગળ વધવા વાળા હોય છે!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.