Abtak Media Google News

તા. ૧૩ .૪.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ પાંચમ, મૃગશીર્ષ   નક્ષત્ર, શોભન  યોગ, કૌલવ કરણ આજે બપોરે ૧૨.૪૩ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં  કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

કર્ક (ડ,હ)  : આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

સિંહ (મ,ટ) :  આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે,  સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ  માટે પણ સારું રહે.

તુલા (ર,ત) : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ  થાય.

વૃશ્ચિક (ન ,ય ) : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ ,જ ) : આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

કુંભ (ગ ,સ,શ ) : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મીન (દ ,ચ ,ઝ ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો,  તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

–સૂર્ય મહારાજ આજે મેષમાં ઉચ્ચના થવા જઈ રહ્યા છે

અગાઉ અત્રે લખ્યા મુજબ શનિ મંગળ યુતિમાં ગરમીનો પ્રકોપ જારી રહ્યો છે તો બીજી તરફ ગ્રહોના રાજા સૂર્ય મહારાજ આજે મેષમાં ઉચ્ચના થવા જઈ રહ્યા છે જ્યાં ગુરુ સાથે યુતિમાં આવશે સૂર્ય અને ગુરુ યુતિ ધાતુઓને માફક આવે છે માટે સોના ચાંદીમાં તેજી ચાલુ રહી છે તો બીજી તરફ સૂર્ય ઉચ્ચના થતા સરકાર કેટલાક કડક સંકેતો આપી શકે છે અને વિશ્વમાં ઘણી જયારે સરકારો કડક પગલાં ભરતી જોવા મળે. સૂર્ય આત્મવિશ્વાસ છે જયારે સૂર્ય ઉચ્ચના બને છે ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ ચરમસીમા એ હોય છે અને તે સત્તાવાહી રીતે કામ લઇ શકે છે! મારા વર્ષોના જ્યોતિષ અનુભવમાં મેં જોયું છે કે જન્મકુંડળીમાં સૂર્ય મેષ એટલે કે ઉચ્ચના હોય ત્યારે વ્યક્તિ એક પાવરફુલ જીવન જીવતો હોય છે. ચૈત્રી નવરાત્રીની વાત કરીએ તો આજે પાંચમું નોરતું છે. પાંચમા નોરતે માં સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માં દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતા ના નામથી ઓળખવામાં આવે છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે. આ જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે.સ્કંદમાતાના ચાર હાથ છે. તેમના જમણા હાથમાં નીચેના હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે. સંતાન પ્રાપ્તિ અને સંતાનના શ્રેષ્ઠ ઉછેર માટે માતાની આરાધના કરવામાં આવે છે અને માતા તમામ જવાબદરી વહન કરવામાં મદદ કરે છે!

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી— ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.