Abtak Media Google News

તા. ૭.૧૦.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ આઠમ, નોમનું શ્રદ્ધ, પુનર્વસુ  નક્ષત્ર, શિવ   યોગ,તૈતિલ  કરણ આજે સાંજે ૫.૨૦ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ)    રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો , સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારી માં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ) : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે,સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસ ના કરવા સલાહ છે આવક  કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.

તુલા (ર,ત)  અગાઉ ના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે  મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–વિશાખા નક્ષત્ર, કર્મવિપાક સંહિતા અને સંબંધોના પરિમાણ

ઘણીવાર મારી સામે એસ્ટ્રોલોજીમાં એવા કેઈસ આવે છે કે જેના દ્વારા જન્મોજન્મની સફરનો અહેસાસ કરી શકાય છે. એક માતબર વ્યક્તિ મારી પાસે કેટલાક પ્રશ્નો લઈને આવી. ચંદ્ર પર ગુરુની દ્રષ્ટિ હતી ધનયોગ પણ સારો હતો!! દેખીતા કોઈ પ્રશ્ન હતા નહીં પરંતુ જીવનમાં શાંતિ અને સંબંધોમાં આનંદ ન્હોતો. બારીકાઇ થી જોયું તો ચંદ્ર અને મંગળ વિશાખા નક્ષત્ર પ્રથમ ચરણમાં હતા.  વિશાખા નક્ષત્રના સ્વામી ઇન્દ્ર અને અગ્નિ છે ગ્રહ ગુરુ મહારાજ છે રાજસિક વિચારોનું નક્ષત્ર છે. ઈર્ષયાભાવ સાહજિક છે. જલ્દીથી સ્પર્ધામાં ઉતરી જાય છે. જન્મોજન્મના કર્મ અને તેના પરિણામ પર કર્મવિપાકસંહિતા પ્રકાશ પાડે છે. દરેક નક્ષત્ર અને તેના પદ મુજબ કર્મ અને તેનું પરિણામ મળતું હોય છે. કર્મવિપાકસંહિતા માત્ર ઉપાય માટે નથી પણ આપણા જન્મોજન્મની ગતિ સમજવામાં પણ ઉપયોગી છે અને આ જન્મમાં આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ તેનો ખ્યાલ પણ આપણે મેળવી શકીએ છીએ જેથી આપણે નવી ભૂલો ના કરીએ આમ પણ ઉપાય વિભાગમાં આપણે કઈ રીતે જીવીએ છીએ અને આપણા વાણી વર્તન કેવા છે તે પણ ઘણો આધાર રાખે છે. કોઈ પણ ગ્રહ જાતકને વિશાખા નક્ષત્ર પ્રથમ ચરણમાં હોય તો તે ગ્રહના ગુણધર્મ, સ્થાન અને અન્ય ગ્રહોની દ્રષ્ટિ મુજબ પરિણામ આપતો હોય છે ગત જન્મમાં જાતક શું હતો અને કઈ ભૂલના લીધે તે સજા ભોગવી રહ્યો છે તે ઉજાગર થાય છે. જેમકે વિશાખા નક્ષત્ર પ્રથમ ચરણ માં જન્મેલા જાતકનું જે તે જન્મનું કર્મ ક્ષત્રિય પ્રકારનું હતું પરંતુ તેણે પૈસા કમાવા પાછળ પોતાના ધર્મનો લોપ કરી અને માત્ર અર્થોપાર્જન પર ધ્યાન દીધું.  સૂક્ષ્મતાથી જોઈએ તો ખ્યાલ આવે કે વિશાખા પ્રથમ ચરણના જાતકો વિશેષતઃ અર્થોપાર્જન પાછળ દોડતા હોય છે અને તેના કારણે તેમને સોંપાયેલ કાર્યમાં તેમનું મન રહેતું નથી જેથી કર્મદોષ ઉત્પન્ન થાય છે!! વળી વધુ ને વધુ ધન લાલસા વ્યક્તિને કંજૂસ બનાવી દે છે અને વ્યક્તિ પોતાના નજીકના લોકોને પણ એ ધનનો લાભ આપી શકતો નથી!! જેથી એ સંબંધોમાં પણ દ્રોહ કરી બેસે છે માટે વિશાખા નક્ષત્ર પ્રથમ ચરણના મિત્રોએ પૈસા વાપરતા પણ શીખવું જોઈએ અને ખાસ કરીને આત્મીય સ્વજનોને નાણાકીય મુશ્કેલી ઉભી ના થાય તે જોવું જોઈએ.તેમની જોડે વાતચીતમાં મેં તેમને ઉપરોક્ત સૂચન કર્યા એ પછી તેમને જીવનમાં સુખ શાંતિ લાગવા માંડી અને સંબંધોમાં પણ સારા પરિણામ જોવા મળ્યા!!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.