Abtak Media Google News

 

ભાદરવા મહિનાના વદપક્ષના પંદર દિવસને શ્રાદ્ધપક્ષ કહેવામાં આવે છે. આ દિવસોને પૂર્વજોના સ્મરણના દિવસો માનવામાં આવે છે. શ્રાદ્ધનો અર્થ  ભક્તિભાવથી કરવામાં આવેલ પ્રસાદને શ્રાદ્ધ કહેવાય છે. પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધ વિધિ પૂર્ણ ભક્તિ સાથે કરવી જોઈએ. શ્રાદ્ધપક્ષમાં મૃત્યુ તિથિએ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરવાથી આ ઋણ ઊતરી જાય છે.

માતૃ નવમી : 

નવમીના દિવસે સ્વર્ગવાસી માતા અને સાસુની આત્માની શાંતિ માટે બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે. માતૃ નવમીના દિવસે માતાનું શ્રાદ્ધ કરવાનો નિયમ છે.

નવમી તારીખનું શ્રાદ્ધ પક્ષમાં ખૂબ જ મહત્વ છે. શ્રાદ્ધ કરવા માટે ચોક્કસ તીથીઓ આ સોળ દિવસોમાં આવે છે. કોઈ પણ પૂર્વજ જે તારીખે પરલોક  ગયા હોય, તે જ તારીખે આ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે નવમી તારીખ વિશિષ્ટ માનવામાં આવે છે. તેને માતૃ નવમી પણ કહેવાય છે.

Pitru Paksha Rules Jpg1200 1694766026

માતૃ નવમી પર લગ્નની વસ્તુઓ જેવી કે લાલ સાડી, બંગડીઓ, કુમકુમ, ઘરેણાં, ખોરાક, અનાજ, પૈસા, જૂતા , ચપ્પલ, છત્રી જરૂરિયાતમંદ પરિણીત મહિલાને દાન કરો. આ તિથિએ ગરુડ પુરાણ અથવા શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ પણ કરવો જોઈએ. આ દિવસે ઘરમાં શાંતિ અને પ્રેમ જળવાઈ રહે અને કોઈ તકલીફ ન હોવી જોઈએ.

માતા અને પરિવારની વિવાહિત સ્ત્રીઓનું શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક સ્થળોએ તેને ડોકરા નવમી પણ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.