Abtak Media Google News

તા. ૬.૧૨.૨૦૨૩ બુધવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ નોમ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, પ્રીતિ  યોગ, તૈતિલ   કરણ આજે સવારે ૧૦.૨૩ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ,ઠ,ણ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને  એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ)  : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ) :  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–વૃશ્ચિકમાં મંગળ લગ્નજીવનમાં મતમતાંતર આપી રહ્યા છે

અત્રે લખ્યા મુજબ ધનના બુધ પર ગુરુની દ્રષ્ટિથી શેરબજાર નવી તેજી બતાવી રહ્યું છે અને વ્યાપાર વાણિજ્ય આયાત નિકાસના ક્ષેત્રે પણ સારા સમાચાર આવી રહ્યા છે અને ક્રિપ્ટો કરન્સી પણ તેજી પકડી રહી છે તો રાહુ મહારાજ વ્યસનના નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે જે વિષે અગાઉ લખી ચુક્યો છું વળી મંગળ વૃશ્ચિકમાં વિધ્વંશક પ્રવૃત્તિને ઉત્તેજન આપી રહ્યા છે જે દરમિયાન સમાજ જીવનની ઘણી સારી વ્યક્તિઓ પણ તેની ભોગ બનતી જોવા મળે પણ પૂર્વોત્તરથી લઈને અનેક જગ્યાએ આતંકીઓને મોટા ફટકા પડી રહ્યા છે અને વિશ્વમાં અનેક જગ્યા એ એક યા બીજી રીતે આતંકીઓનો સફાયો થશે!  સૂર્ય મહારાજ જ્યેષ્ઠામાં વાતાવરણમાં ફેરફાર આપી રહ્યા છે તો ક્યાંય ચક્રવાક જેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. વૃશ્ચિકમાં મંગળ લગ્નજીવનમાં મતમતાંતર આપી રહ્યા છે તો ક્યાંક જુના સબંધોને તાજા પણ કરી રહ્યા છે! ધનમાં બુધ મહારાજ  ગુરુની દ્રષ્ટિમાં હોવાથી અવકાશીય સંશોધન પણ આગળ વધી રહ્યા છે અને મહત્વના પરિણામ પ્રાપ્ત થવા જઈ રહ્યા છે! બુધ સોસીઅલ મીડિયા દર્શાવે છે માટે આ સમયમાં નવા કલેવરમાં સોસીઅલ મીડિયા સામે આવે અને તેનો ઉપયોગ પણ ખુબ વધતો જોવા મળે અને કેટલાક વિરોધ વચ્ચે પણ આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ પણ આગળ વધતું જોવા મળે અને તે સમાંતર વાસ્તવિક ચિત્ર રજૂ કરતું જોવા મળે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.