Abtak Media Google News

તા. ૨૯ .૮.૨૦૨૩ મંગળવાર , સંવંત ૨૦૭૯ નિજ  શ્રાવણ સુદ તેરસ, શ્રવણ  નક્ષત્ર, શોભન  યોગ, ગર  કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.

વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .

મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.

કર્ક (ડ,હ): સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.

સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .

તુલા (ર,ત) :   તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .

વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.

મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .

કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.

ચંદ્રની દશામાં સંબંધોને લગતા બધા સમીકરણ સામે આવે છે

અત્રે આપણે  વિશોત્તરી દશા વિષે વાત કરી રહ્યા હતા એ મુજબ ગ્રહોના રાજા સૂર્યની મહાદશા છ વર્ષની હોય છે અને આ દશામાં જાતકને લાઇમ લાઈટમાં લઇ આવે છે અને કેટલીક સત્તાઓ પણ આપે છે આ તબક્કો જાતકના જીવનમાં મધ્યાહન આપે છે અને જીવન પ્રકાશિત થતું જોવા મળે છે પરંતુ સૂર્ય સારોના હોય તો આ જ સત્તા અને પ્રકાશ જાતકને તકલીફ આપતા જોવા મળે છે જાતકના જન્મ સમયે જે મહાદશા ચાલતી હોય તે ખુબ મહત્વ ધરાવે છે અને મૃત્યુ સમયે ચાલતી દશા પણ તેના પછીના જન્મોના લોક નક્કી કરે છે માટે  જાતકના ગત જન્મો અને આગામી જન્મોનો તાળો પણ આ દશાથી મળે છે. લાગણીના સ્વામી ચંદ્રની દશા દશ વર્ષની હોય છે અને આ દશામાં સંબંધોને લગતા બધા સમીકરણ સામે આવે છે અને જીવન અન્ય બાબતમાં જાણે થંભી ગયું હોય તેમ લાગે છે ધીમી પ્રગતિ જોવા મળે છે અને ચંદ્ર નબળો હોય તો આ દશામાં જાતક વિચારવાયુ કે ડિપ્રેશનનો શિકાર બને છે યા તો સંબંધોમાં દુઃખી થતો જોવા મળે છે. સેનાપતિ મંગળની દશા જાતકને સંઘર્ષો સામે લડવાની શક્તિ આપે છે અને જાતક સ્ફૂર્તિથી બધી સ્થિતિનો સામનો કરતા જોવા મળે છે વળી આ સમયમાં વિશેષ ઉગ્રતા પણ જોવા મળે છે અને શારીરિક બાબતોની કાળજી પણ રાખવી પડે છે. અન્ય દશા વિષે આગામી અંકમાં જણાવીશ.

– જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.