Abtak Media Google News

તા. ૨૧.૬.૨૦૨૩ બુધવાર

સંવંત ૨૦૭૯ અષાઢ સુદ ત્રીજ

નક્ષત્ર: પુષ્ય

યોગ: વ્યાઘાત

કરણ: વણિજ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ): નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ): તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મિથુન (ક,છ,ઘ): કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ): ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

સિંહ (મ,ટ): કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.

કન્યા (પ ,ઠ ,ણ): અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.

તુલા (ર,ત): સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય): યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ,જ): સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ): ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

-રાહુ વિદેશ છે: બારમે આવે ત્યારે વધુને વધુ લોકો વિદેશની વાત પકડતા જોવા મળે

મેષ રાશિ માં હાલમાં ગુરુ રાહુ ચાંડાલ યોગ રચાઈ રહ્યો છે. ૨૨ એપ્રિલના રોજ ગુરુના મેષ રાશિમાં આવવા સાથે ચાંડાલ યોગ શરુ થયો હતો અને એ સમયે અત્રે ચાંડાલ યોગ બાબતમાં ઘણા પ્રિડિકશન કરવામાં આવ્યા હતા જે પૈકી ગુરુ એ શિક્ષણ છે અને રાહુ એ વિદેશ છે માટે આ સમયમાં વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ વધે તેમ જણાવેલું વળી ભારતવર્ષની કુંડળીમાં વૃષભ લગ્ન ઉદિત થતું હોય મેષ રાશિ અને હાલનો ચાંડાલ યોગ બારમે છે જે વિદેશગમન સૂચવે છે.

રાહુએ વિદેશ હોય અને બારમે આવે ત્યારે વધુને વધુ લોકો વિદેશની વાત પકડતા જોવા મળે. વળી હાલના સમયમાં રાહુ કેતુ ગુરુ શુક્ર અને મંગળ બધા ચર રાશિમાં થી પસાર થઇ રહ્યા છે અને ચર રાશિમાં વધુ ગ્રહો હોય ત્યારે વિદેશગમન વધુ જોવા મળે માટે આ બધા સંજોગોમાં હાલમાં ભારત તરફથી વિદેશમાં સ્થાયી થવા વાળા લોકોની સંખ્યા વધી છે અને ભારતનું બુદ્ધિધન યુવાધન વિદેશ તરફ વળી રહ્યું છે.

વળી ભારતનો ધનિક વર્ગ પણ વેદેશની જીવનપદ્ધતિથી આકર્ષાઈ રહ્યો છે અને અભ્યાસ થી લઈને જોબ અને બિઝનેસ માટે વિદેશની ધરતી તરફ ધસારો વધ્યો છે જે આગામી સમયમાં ચાલુ રહેશે જે ભારત માટે ચિંતાનો વિષય છે અને આ જ સ્થિતિ રહી તો ભારત યુવાધન ને ગુમાવી દેશે અને એક સમયે ભારત વૃદ્ધોનો દેશ બનતો જશે જો કે ઘણા નાના દેશ પણ આ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા છે અને જયારે બધી બાબતમાં ગ્લોબલાઝેશન થાય છે ત્યારે ગામડાની વ્યક્તિ શહેરમાં અને શહેરની વ્યક્તિ મેટ્રોમાં અને ત્યાં થી વિદેશ સુધીની દોડ સમાજજીવનમાં જોવા મળી રહી છે.

 

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.