Abtak Media Google News

“વસુધૈવ કુટુંબકમ માટે યોગ”ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી

કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં યોગ દિવસની ઉજવણી: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ શહેર કક્ષાના ૯ મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને થઈ હતી.  આ  કાર્યક્રમમાં આશરે ૧૦૦૦થી પણ વધુ લોકો ભાગ લીધો હતો. “વસુધૈવ કુટુંબકમ માટે યોગ”ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી  સાથે કરવામાં આવી હતી.

Yoga Day 1  તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ કરાયું  હતું.આ પ્રસંગે આર.એમ.સી. કમિશનર આનંદ પટેલએ  સ્વાગત ઉદબોધન કર્યું હતું.

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, યોગ કર્તવ્યનિષ્ઠ જીવન જીવવાની પદ્ધતિ છે. આજે આપણે ફક્ત આસન કરી રહ્યા છીએ પરંતુ નિયમિત જીવન જીવવાની પદ્ધતિ એ અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ,  પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમન્વય છે, જે વ્યક્તિને સાચા અર્થમાં  યોગી બનાવે છે.

Yoga Day 3

પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ યોગને વિશ્વ સમક્ષ મૂકીને યોગને ઉજાગર કરી ભારતની સંસ્કૃતિનું પુનરુત્થાન કર્યું છે. ૩૬૫ દિવસ યોગ કરવાથી શરીર,મન,બુદ્ધિ, આત્માને પ્રજ્વલિત કરી આધ્યાત્મિક બને છે.

આ તકે આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષક  દિપક ભાઈ પંજાબી અને તેમની ટીમ દ્વારા તેમજ યોગના માસ્ટર ટ્રેનર્સ દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવ્યું હતું

આ તકે  મેયર  ડો.પ્રદીપ ડવ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સંસદસભ્ય રામભાઈ મોકરીયા,ડો. લવલ્લભભાઈ કથીરીયા, ડો.ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, વિરેન્દ્રસિંહ ઝાલા,માધવભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના કેડેટ્સ, આઇ.સી.ડી.એસ.વિભાગનો સ્ટાફ, ફાયર વિભાગ આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Yoga Day 2

મંત્રી ભાનુબેન બાબરીયાની પેરક ઉપસ્થિતિમાં રેસકોર્સના લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે મહિલાઓએ એકવા યોગ કર્યા હતા.પાણીની અંદર યોગ કરવા મુશ્કેલ હોય છે તેવામાં રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલ લોકમાન્ય તિલક સ્નાનાગારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૫૨ મહિલાઓ દ્વારા એકવા યોગ કરવામાં આવ્યા હતા. આ યોગ થકી પાણીમાં હાઇડ્રોથેરાપી એક્સરસાઇઝના કારણે ફ્રોઝન શોલ્ડર, ઘૂંટણનો દુખાવો, હાઈ ડિપ્રેશન અને મસ્ક્યુલર બીમારી જેવી કે સેરેબ્રલ પાલ્સી, પોલિયો જેવી અસાધ્ય બીમારીને નિવારવા ઉપયોગી સાબિત થાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ આઈકોનિક સ્થળોએ યોગ શિબિરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજકોટમાં કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, જયુબિલી  બેન્ડ સ્ટેન્ડ સહિતના સ્થળોએ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. કબા ગાંધીના ડેલામાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની સ્કાઉટ એન્ડ ગાઈડની ૫૦ વિદ્યાર્થીનીઓ, રામકૃષ્ણ આશ્રમમાં એલ.બી.એસ.ની  એન. એસ. એસ. ની ૫૦ સ્વયંસેવિકાઓ તેમજ  મા આનંદમયી કન્યા શાળાની ૫૦ સહિત કુલ ૧૦૦ વિદ્યાર્થીનીઓ, રાષ્ટ્રીય શાળા ખાતે કસ્તુરબા હાઈસ્કૂલની એન.એસ.એસ.ની ૫૦ વિદ્યાર્થીનીઓ, જુયુબેલી બેન્ડ સ્ટેન્ડ ખાતે મહાત્મા ગાંધી હાઇસ્કુલલના સ્કાઉટના ૧૦૦ કેડેટ્સ વિદ્યાર્થીઓ મળીને કુલ ૩૦૦ જેટલા છાત્રો યોગાભ્યાસ કાર્યક્રમમાં જોડાયા હતા.

Yoga Day 5

સુરત શહેરના ડુમસ રોડ ઉપર વાય જંકશન નજીક પાંચ કિલોમીટર સુધી ત્રણેય બાજુ સિનિયર સિટીઝન, યુવાનો, શાળાના બાળકો જોડાઈને વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આજે વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના વાઇ જક્શન ખાતે 1.25 લાખ કરતા વધુ લોકો એક સાથે યોગા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી પ્રદેશ અધ્યક્ષ હર્ષ સંઘવી લોકો સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.