Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

કોઈ ધાર્મિક સ્થળે જવાથી માનસિક શાંતિ મળશે અને ફરીથી પોજાને ફ્રેશ અનુભવ કરશો. સામાજિક કે સોસાયટીને લગતી ગતિવિધિઓમા તમારું ખાસ યોગદાન રહેશે તથા ઓળખ પણ વધશે. આ સમયે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.

વૃષભ રાશિફળ (Taurus):

થોડી મુશ્કેલીઓ બની રહેવા છતાંય તમે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા તમારો રસ્તો શોધી લેશો. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારી મધ્યસ્થાથી ઉકેલાઇ જશે.

મિથુન રાશિફળ (Gemini):

મહિનાની વચ્ચેના સમયગાળા પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. એટલે મે મહિનો શરૂ થતાં જ તમારી દિનચર્યા વ્યવસ્થિત કરી લો. તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. થોડાં સમયથી જે લોકો તમારા વિરૂદ્ધ હતાં, હવે તે લોકો તમારા પક્ષમાં આવી જશે.

કર્ક રાશિફળ (Cancer):

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ જાળવી રાખો. મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોમાં તમે તમારા દૃઢ નિશ્ચય સાથે પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. કોઈ મૂડી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તરત અમલ કરો

સિંહ રાશિફળ (Leo):

આ મહિને તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયી રહેશે. કોઈ કિંમતી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. વિદેશ જવા માટે કોશિશ કરી રહેલાં લોકો માટે સારી તક બની શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત થશે. લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કે અધૂરા પડેલાં કાર્યો પૂર્ણ થશે. આ સમયે માત્ર પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતા રહો. કોઈ સંસ્થા સાથે જોડાવાની તક મળી શકે છે.

તુલા રાશિફળ (Libra):

વિદ્યાર્થીઓને શિક્ષાને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી ફરી પોતાની અભ્યાસ ઉપર ધ્યાન આપી શકશે. અચાનક જ કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. સંપત્તિને લગતો કોઈ વિવાદ શાંતિથી ઉકેલાઇ જશે. કોઈ પોલિસી કે એક પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

પરિવારની સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગ થઈ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ તથા કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી તણાવ મુક્ત અનુભવ કરશો. કોઈ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સામે તમારી યોજના જાહેર કરશો તો યોગ્ય સલાહ મળશે.

ધન રાશિફળ (Sagittarius):

આ મહિને તમે તમારી લાઇફ સ્ટાઇલમાં થોડું પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ રહેશે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ ખાસ કાર્ય પ્રત્યે કોશિશ કરતા રહો. તમને યોગ્ય સફળતા મળી શકે છે.

મકર રાશિફળ (Capricorn):

આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરશે. સંપર્કની સીમા વિસ્તૃત થશે જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળશે.

કુંભ રાશિફળ (Aquarius):

થોડા ખાસ લોકો સાથે મુલાકાત રહેશે. નવી-નવી જાણકારીઓ મળશે તથા વાતચીતના માધ્યમથી તમે તમારા કામ કઢાવવામાં સક્ષમ રહેશો. ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને તમે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો.

મીન રાશિફળ (Pisces):

તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવવાથી તમારા ખાસ કાર્યો પણ પૂર્ણ થઈ જશે. સાથે જ તમારા વ્યક્તિત્વ ઉપર પણ તેનો શુભ પ્રભાવ પડશે. તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય પરિવાર અને મિત્રો માટે પણ જરૂર કાઢો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.