Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યુરોપના ત્રણ દિવસીય પ્રવાસ અનેક મુદ્દે ફળદાયી બનશે

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના પ્રવાસે રવાના થયા છે ત્યારે વડાપ્રધાનના પ્રવાસ ઉર્જા સરક્ષણ માટે અતિ મહત્વનો ફલિત થાય તેવો આશાવાદ ઉભો થયો છે ભારત જર્મની વચ્ચે મહત્ત્વની બાબતો એ ચર્ચા કરાશે રાષ્ટ્રવાદી નેતાઓ સાથે ની બેઠકમાં ઉર્જા સંરક્ષણ અંગે ચર્ચા થશે ત્યારબાદ બીજી ટર્મમાં વિજેતા ફ્રાન્સના પ્રમુખ મેક્રોન સાથે પણ વિસ્તૃત ચર્ચા થશે વડાપ્રધાને જણાવ્યું હતું કે હું યુરોપિયન સાથીદારો સાથે એના સહકારના સંબંધોને વધુ ગાઢ બનાવવા માગું છું, જે દેશોને ભારતના વિકાસ અને સમૃદ્ધિમાં રસ દાખવે છે.

તેમની સાથે સંબંધ વધુ પ્રગાઢ બનાવવા છે આંતરરાષ્ટ્રીયમોરચે ભારતના વધતા જતા પ્રભાવને જવાબદારી ભૂમિકાને લઈને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને વિકસિત રાષ્ટ્રો ની ભારત પ્રત્યે અપેક્ષાઓ દિનપ્રતિદિન વધી રહી છે, વેશ્વિક પ્રશ્નોના ઉકેલ અને ખાસ કરીને પર્યાવરણ, શાંતિ અને વિકાસ ક્ષેત્રે ભારતના યોગદાન અને સહકાર મેળવવા વિશ્વ તત્પર બન્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ દૃષ્ટિકોણ અને વૈશ્વિક મુદ્દાઓ ઉકેલવા ના ઉત્સાહથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે જવાબદાર રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે.

સારક દેશ સંગઠન આસિયાન દેશો અમેરિકા બ્રિટન જાપાન થી લઈને ચીન જેવા દેશો ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો માટે તત્પર બન્યા છે યુક્રેન અને રશિયા નું યુદ્ધ વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ભારતની ભૂમિકા પ્રારંભથી જ એક મહત્વ પૂર્ણ રાષ્ટ્રની અને કોઈપણ સંજોગોમાં હિંસા ન થવી જોઈએ તેવી રહી છે.

યુરોપની વડાપ્રધાન યાત્રા યુદ્ધ રોકવામાં નિર્ણાયક બની શકે, યુક્રેન રશિયા યુદ્ધ માં ભારતની ભૂમિકા મહત્વની છે યુક્રેન પર હિંસા અટકાવવા જોઈએ વડાપ્રધાને મુલાકાત ભારતની ભાગીદારી વધુ મજબૂત બનાવવા ફળદાયી નિવડશે તેમ જણાવ્યું હતું કે તેમણે જણાવ્યું કે સાથે ઘણા મુદ્દાઓ કરતા થશે હું માનું છું કે વ્યવસ્થા માટે સમાન દ્રષ્ટિકોણ અને બુદ્ધિ ધરાવતા બે દેશોની જોડી સારા પરિણામ આપી શકે.

જી 7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ

જર્મની, હાલમાં બદલતી રહેતી પરાવર્તિત જી7 નુંપ્રમુખપદ ધરાવે છે, તે ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને સેનેગલના નેતાઓનું પણ બાવેરિયન આલ્પ્સમાં26 જૂનથી 27 જૂન સુધી યોજાનાર સભામાં સ્વાગત કરા શે. જ્યારે સ્કોલ્ઝ મોદીને બર્લિનમાં મંત્રણા માટે અને સંયુક્ત જર્મન-ભારતીય કેબિનેટ બેઠક માટે આવકારવામાં આવશે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ રશિયા સામે વ્યાપક આંતરરાષ્ટ્રીય જોડાણ બનાવવાના પ્રયાસના ભાગરૂપે આવતા મહિને સાત નેતાઓના જૂથના સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવાની યોજના ધરાવે છે. જે ભારતના ગૌરવ ની વાત છે જેના માટે મુખ્ય અતિથિ તરીકે પીએમ મોદીને બોલાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.