Abtak Media Google News

તા.૧૦.૯.૨૦૨૩ રવિવાર ,

Advertisement

સંવંત ૨૦૭૯ નિજ શ્રાવણ વદ અગિયારસ, પુનર્વસુ નક્ષત્ર, વરિયાન યોગ, બવ કરણ આજે સવારે ૧૦.૨૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : નવા કાર્યમાં આગળ વધી શકો, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં કાળજી રાખવી પડે , આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.

કર્ક (ડ,હ) : તમારા ખુદ માટે સમય કાઢી શકો, તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) : કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે, સાંજ ખુશનુમા વીતે.

કન્યા (પ ,ઠ ,ણ) : ગણતરી વિનાના સાહસના કરવા સલાહ છે આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

તુલા (ર,ત) : અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંતને સમજી શકો , શુભ દિન.

વૃશ્ચિક (ન ,ય) : ઇષ્ટદેવની આરાધના થી લાભ થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.

ધન (ધ,ભ,ફ,ઢ ): દિવસ દરમિયાન દોડધામ રહે , સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો.

મકર (ખ,જ) : જાહેરજીવનમાં ધ્યાન આપી શકો, આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.

કુંભ (ગ ,સ,શ): હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું, વ્યક્તિગત દેખરેખ થી કામ કરવું.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય, મનની વાત વ્યક્ત કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.