Abtak Media Google News

તા.૬.૧.૨૦૨૪ શનિવાર  ,સંવંત ૨૦૮૦, માગશર વદ દશમ, સ્વાતિ  નક્ષત્ર, દ્યુતિ  યોગ, વણિજ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.

મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.

કર્ક (ડ,હ)     :જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.

સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો,  પૈસા બાબત માં સારું રહે.

તુલા (ર,ત) :  તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.

મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.

મીન (દ ,ચ ,ઝ ,થ): અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

–અંગ્રેજી અક્ષર “બી” થી શરુ થતા મિત્રો માટે વર્ષ ૨૦૨૪

–હાલમાં આપણે નામના પ્રથમ અક્ષર પરથી વર્ષ ૨૦૨૪ વિષે વાત કરી રહ્યા છીએ. જે મિત્રો નું નામ અંગ્રેજી અક્ષર “બી” થઇ શરુ થતું હોય તેમણે વર્ષ ૨૦૨૪માં ઘણા ફેરફાર જોવાના આવશે. ખાસ કરીને તેમને ઘણી વાર એવો અહેસાસ થશે કે તેમની લાગણીઓનો દુરુપયોગ થાય છે તેમને વર્ષ ૨૦૨૪માં વધુ વ્યવહારુ બનવું પડશે. એપ્રિલ પછી ઘણા સારા બનાવો તેમની રાહ જોઈ રહ્યા છે! વિવાહયોગ્ય મિત્રોને પણ એપ્રિલ પછી સારું રહેશે અને કેરિયરમાં પણ સારી તકો સામે આવશે. આર્થિક બાબતમાં ધીમી પ્રગતિ થશે. કોઈ લોન અગાઉ લીધેલી હોય તો ધીમે ધીમે ભરપાઈ કરી શાખો. જીવનમાં આવતા પાત્રો બાબત વધુ સતર્ક રહેવાની જરૂર રહેશે. આ વર્ષે તમારે વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન કેળવવું પડશે. જમીન મકાન વાહન સુખ સારું રહેશે. મિત્રોની મદદ થી તમારા કાર્ય માં પ્રગતિ સાધી શકશો. આ વર્ષે તેમે સારી જગ્યાએ ફરવા જઈ શકશો અને સારી ઉર્જા મેળવી શકશો. પરિવાર અને કુટુંબનો સાથ સહયોગ પ્રાપ્ત થશે.  એકંદરે વર્ષ ૨૦૨૪ તમારા માટે કેટલાક મિશ્ર પરિણામ લઈને આવી રહ્યું છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.