Abtak Media Google News

ધાર્મિક ન્યુઝ

નવા વર્ષની શરૂઆતના પહેલાં મહિનામાં જ આ રાજયોગની ઉત્પત્તિ થઇ રહી છે, જેની શુભ અસર જોવા મળી શકે છે. તમને જણાવી દઇએ કે 18 અને 19 જાન્યુઆરીના રોજ ગજકેસરી રાજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે, જોકે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. આ રાજયોગની અસર 20 જાન્યુઆરીએ સમાપ્ત થઇ જશે.

ગજકેસરી રાજયોગનું નિર્માણ કેવી રીતે થાય છે ? 

જ્યારે કોઈ પણ રાશિમાં ચંદ્ર અને ગુરુનો સંયોગ હોય તો સમજી લેવું કે ગજકેસરી રાજયોગ બનવાનો છે. ગજકેસરીનો અર્થ સમજો તો હાથી પર સવાર સિંહ. 18મી જાન્યુઆરીએ ચંદ્ર મેષ રાશિમાં રહેશે. આ રાશિમાં ગુરુ પહેલેથી જ હાજર છે. મેષ રાશિમાં આ બે ગ્રહોની હાજરીની અસર 20 જાન્યુઆરીએ સવારે 8:53 કલાકે સમાપ્ત થશે.

18 અને 19 જાન્યુઆરીના રોજ શુભ યોગ બનવાના કારણે તમામ શુભ કાર્યો થઈ શકે છે. આ સમય દરમિયાન 5 રાશિના લોકોનું ભાગ્ય બદલાવાનું છે અને સુખ-સમૃદ્ધિની સાથે તેમના જીવનમાં કીર્તિ પણ વધશે.

મેષ
મેષ રાશિના લોકો બે દિવસમાં જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. તમને તમારા સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. જેથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને. મિત્રો સાથે તમારો સમય સારો પસાર થશે.

મિથુન
આ લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે. પૈસા આવશે. પૈસા કમાવવાના નવા રસ્તાઓ બનશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો વેપાર કરે છે તેઓ નફો કરી શકે છે. અવિવાહિતોને આ સમયગાળામાં સારા પ્રસ્તાવ મળશે.

કર્ક 
આ લોકોને તેમના કરિયરમાં લાભ મળશે. નોકરી કરતા લોકોનો પગાર વધી શકે છે. નવી કાર ખરીદવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વિવાહિત જીવન આનંદથી પસાર થશે.

તુલા
પરિવાર અને મિત્રો સાથે આ સમય આનંદથી પસાર થશે. જેના કારણે તુલા રાશિના લોકો ચિંતાઓથી દૂર રહેશે. વાહન મળવાની સંભાવના છે. કીર્તિમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન વધારવાની તક મળશે.

વૃશ્ચિક
આ લોકો પોતાના દુશ્મનોને હરાવવામાં આગળ રહેશે. કરિયરમાં તમને સફળતા મળશે. દરેકનો સહયોગ મળશે. અચાનક જૂના અટકેલા પૈસા પાછા મળી જશે. વેપાર કરતા લોકોને આર્થિક લાભ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.