Abtak Media Google News

તા. ૨ .૧૨.૨૦૨૩ શનિવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ પાંચમ, પુષ્ય  નક્ષત્ર, બ્રહ્મ   યોગ, ગર   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ)  : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

સિંહ (મ,ટ) :  કોઈ બાબતને અહમનો  પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.

કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.

તુલા (ર,ત)  સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

–કર્મ અને ન્યાયના ગ્રહ શનિ કલ્પનાના ઘોડા દોડાવતા દિગ્ગજોને વાસ્તવિક ભૂમિ પર લાવી દેશે!!

ડિસેમ્બર માસ આગળ વધી રહ્યો છે બહુ જલ્દીથી આપણે વર્ષ ૨૦૨૪માં પ્રવેશવા જઈ રહ્યા છીએ શનિ મહારાજ માર્ગી ચાલે આગળ વધી રહ્યા છે અને ૨૦૨૪નું વર્ષ અંકશાસ્ત્ર મુજબ શનિનું વર્ષ રહેશે. શનિ મંદ ગતિએ ચાલતા પરિશ્રમમાં માનનાર ગ્રહ છે વળી શનિ દંડનાયક છે માટે આગામી વર્ષ ૨૦૨૪માં જે મિત્રો ખુબ મહેનત કરી રહ્યા છે તેમને સારું પરિણામ મળશે માત્ર મોટી મોટી વાતો કરનાર અને ઠાલા વચન આપનારા પાછા પડતા જોવા મળશે વળી શનિ રાજનીતિનું સુકાન સંભાળે છે શનિ પ્રજાનો અવાજ છે માટે વર્ષ ૨૦૨૪ રાજનીતિમાં ઘણા મોટા ઉલટફેર લાવનાર બનશે અને ઘણા દિગ્ગજોને ઘરે બેસવાનો વારો આવે તો જેમણે ખરેખર સેવા કરી છે તેવા લોકો જનજીવનમાં ઉભરતા જોવા મળશે વળી કેટલાક મહત્વના આંદોલન પણ આ વર્ષમાં જોવા મળશે અને પ્રજાનો અવાજ બુલંદ થતો જોવા મળશે  તો આપણે જેને કુદરતી ન્યાય કહીએ છીએ તે પ્રક્રિયા વર્ષ ૨૦૨૪ માં થતી જોવા મળશે વળી અદાલતો પણ આ સમયમાં સીમાવર્તી ચુકાદાઓ આપશે અને લોકો કુદરતી ન્યાય અને અદાલતી ન્યાયના સારા ઉદાહરણ જોઈ શકશે. કર્મ અને ન્યાયના ગ્રહ શનિ કલ્પનાના ઘોડા દોડાવતા દિગ્ગજોને વાસ્તવિક ભૂમિ પર લાવી દેશે અને સત્કર્મના સારા પરિણામોના પણ અનેક ઉદાહરણ સામે આવશે!!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.