Abtak Media Google News

તા. ૧૬.૪.૨૦૨૩ રવિવાર,

Advertisement

સંવંત ૨૦૭૯ ચૈત્ર વદ અગિયારસ,

વરુથિની એકાદશી,

નક્ષત્ર: શતતારા  

યોગ: શુક્લ  

કરણ: બવ  

આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કુંભ (ગ ,,શ)  રહેશે.

મેષ (અ,,ઈ): મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.

વૃષભ (બ,,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.

મિથુન (ક,,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.

કર્ક (ડ,હ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

સિંહ (મ,ટ): અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

કન્યા (પ,,ણ): લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ  થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.  

તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય): ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!

ધન (ધ,,,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.

મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .

કુંભ (ગ,,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.    

મીન (દ,,,થ): સવાર બાજુ થોડી કામગીરી રહે,  તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
        ૭૯૯૦૫૦૦૨૮૨ 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.